લોકસભા સામન્ય ચૂંટ્ણી-૨૦૨૪નું મતદાન આવતીકાલે તા.૦૭ મે મંગળવારના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે ૨૩-બારડોલી(અ.જા.જ) સંસદિય મતવિસ્તારમાં સમાવિષ્ટ આજે તાપી જિલ્લાના ૧૭૧-વ્યારા માટે આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ વ્યારા અને ૧૭૨-નિઝર વિધાનસભા માટે સોનગઢ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતેથી ૫૯૫ મતદાન મથકો માટે ઈ.વી.એમ-વી.વી.પેટ કીટ સહિત જરૂરી સાહિત્યનું ડિસ્પેચીંગ કરાયું હતું. બન્ને વિધાનસભાનાં ડીસ્પેચ સેન્ટર પરથી સ્ટાફને ઇવીએમ, વીવીપેટ અને જરૂરી સાહિત્ય ફાળવવામાં આવ્યું હતું. જેને લઈને તમામ ટીમો ચૂંટણી પંચની ગાઇડ લાઇન અનુસાર તેમને ફાળવેલ નિયત મતદાન મથક પર જરૂરી સૂચનો અને માર્ગદર્શન સાથે રવાના થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application