Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં TRB જવાનોને છૂટા કરાતા વિવાદ વકર્યો, ક્લેક્ટર અને એસ.પી.ને આવેદનપત્ર પાઠવ્યું

  • November 22, 2023 

રાજ્ય સરકારે નવા વર્ષમાં TRB જવાનોને નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય લેતા તાપી સહિત રાજ્યભરમાં વિવાદ વકર્યો છે. તાપી જિલ્લામા TRB જવાનો લડી લેવાના મૂડમાં હોય તે રીતે સામે આવ્યાં છે. મંગળવારે તાપી ક્લેક્ટર અને એસપીને આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. સાથે જ નિર્ણય પરત ન લેવામાં આવે તો આગામી સમયમાં વિરોધની સાથે આંદોલન ચલાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.




ચૂંટણી પહેલાં વાતાવરણ ડહોળાયું છે. તાપી સહિત રાજ્યભરમાં હજારો TRB જવાનોને નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય લેતા TRB જવાનો આકરા પાણીએ જોવા મળ્યા હતા. તાપી જિલ્લામાં અંદાજે 70 જેટલા TRB જવાન કર્મચારીઓ વિરોધ માટે કલેકટર ઓફિસે પહોંચ્યા હતા. તાપી જિલ્લામાં રાજ્ય સરકારના આદેશના પગલે રાજ્ય પોલીસ વડા દ્વારા માનદ સેવા આપી રહેલા વર્ષો જૂના 6,000થી વધુ TRB જવાનોને છૂટા કરવાના પરિપત્ર સામે મંગળવાર નારોજ તાપી જિલ્લા કલેકટર કચેરીએ ટીઆરબી જવાનો મોરચો લઈ પહોંચ્યા હતા અને TRB જવાનોને છુટા કરવાના પરિપત્રને પરત ખેંચવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન અપાયું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application