ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકાનાં કાવી ગામે બે બહેનોનું અપહરણ બાદ ફાર્મ હાઉસમાં બળાત્કારની ચકચારી ઘટના બહાર આવી છે. જંબુસર તાલુકાના એક ગામમાં રહેતી બે બહેનોને 26 દિવસ પહેલા રાતના સમયે ભડકોદ્રા ગામે રહેતો યાસીન ખાલીદ ચોક અને નઈમ તેઓની ઈકો કારમાં ઉઠાવી ગયા હતા. જયારે બંને બહેનોનું અપહરણ કરી તેમને કાવી ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં લઈ જવાઈ હતી.
જ્યાં યાસીને બંને બહેનને નશાકારક ઇન્જેક્શન આપ્યાં હતાં. બાદમાં મોટી બહેન સાથે યાસીને, જ્યારે નાની બહેન સાથે નઇમે દુષ્કર્મ કર્યું હતું. બે બહેનોનું અપહરણ અને રેપની ચકચારી ઘટનામાં જંબુસરના માઝ નામના આરોપીએ બંને બહેનોને નશાયુક્ત ઇન્જેક્શન આપતો વિડીયો ઉતારી લઈ વાયરલ કર્યો હતો. જ્યારે ચોથા આરોપી અનસે અન્ય ત્રણેયની મદદગારી કરી હતી. ઘટના અંગે કાવી પોલીસ મથકે ભોગ બનનાર મોટી બહેને ફરિયાદ નોંધાવતાં જંબુસર પોલીસે આ ગંભીર ગુનાની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application