હિમાચલ પ્રદેશનાં કુલ્લુમાં વાદળ ફાટવાથી તબાહી મચી ગઈ છે. ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઘણા ગામોમાં પૂરનુ પાણી ઘૂસવાના કારણે ઘર તબાહ થઈ ગયા છે. કેટલાય પ્રોજેક્ટ્સને નુકસાન પહોંચ્યુ છે. એટલુ જ નહીં, મણિકર્ણમાં પણ ટુરિસ્ટ કેમ્પ ડેમેજ થઈ ગયા છે. સ્થાનિક પોલીસે જણાવ્યુ કે, બુધવારે કુલ્લુમાં વાદળ ફાટવાથી મણિકર્ણ ખીણમાં પૂર આવી ગયુ. આ કારણથી પરિસ્થિતિ બેકાબૂ થઈ ગઈ છે. વહીવટીતંત્ર લોકોને સુરક્ષિત કાઢવામાં કાર્યરત છે.
કુલ્લુના SPનાં જણાવ્યા અનુસાર જિલ્લામાં વરસાદનાં કારણે પૂરની સ્થિતિ છે પરંતુ ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. હજુ 6 લોકો પૂરમાં લાપતા છે. તેમની તપાસ ચાલુ છે. સાથે જ 7 ઘરને ભારે નુકસાન પહોંચ્યુ છે. જોકે 3 પ્રોજેક્ટ્સને પણ નુકસાન થયુ છે. પૂરના કારણે ડેમનાં પાણીને છોડાયુ નથી. સાથે જ લોકોને અપીલ કરાઈ છે કે નદીઓના કિનારે ના જાય અને તેમજ રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે.
સ્થાનિક વહીવટીતંત્રએ લોકોને સુરક્ષિત સ્થળોએ શિફ્ટ કર્યા છે. પ્રદેશમાં છેલ્લા બે દિવસથી વરસાદ ચાલુ છે. મોસમ વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે. કુલ્લુમાં વાદળ ફાટવાથી ઘણી નદીઓનુ જળસ્તર વધી ગયુ છે. જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. કેટલાય ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. પાર્વતી નદીનુ વોટર લેવલ વધવાથી સંકટ વધી ગયુ છે. કેમ કે નદીનુ પાણી આસપાસનાં ગામમાં પહોંચી ગયુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500