ચોમાસા દરમિયાન અકસ્માતો અને ત્વરિત રીસ્પોન્સ માટે ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓને તાલીમ અને માર્ગદર્શન આપી સુસજ્જ કરાયા કંટ્રોલરૂમ ફોન નં.૦૨૬૨૬ ૨૨૩૩૩૨ અને ટોલ ફ્રી નં.૧૦૭૭ તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે નિવાસી કલેક્ટર આર.આર.બોરડના અધ્યક્ષ સ્થાને જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ખાતે ફરજ બજાવતા કર્મચારીશ્રીઓ માટે એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કંટ્રોલરૂમ વિશે સમજ આપતા નિવાસી અધિક કલેકટર આર.આર બોરડએ જણાવ્યું હતું કે ઈમરજન્સી ઘટનાઓ અને આફતોના વ્યવસ્થાપનને લગતી બાબતો અંગે કાર્યરત મુખ્ય કેન્દ્ર. કે જ્યાં ઈમરજન્સી ઘટનાઓ અને આફતોને આનુષાંગિક બધી પ્રવૃત્તિઓનું સંકલન, તમામ લાઈન ડિપર્ટમેન્ટ અને ઈમરજન્સી વિભાગો સાથે સંકલનનું મુખ્ય કેન્દ્ર. ચોમાસા દરમિયાન બનતા અકસ્માતો અને ઘટનાઓ સામે ત્વરિત રિસ્પોન્સ કેવી રીતે આપી શકાય તેના ભાગરૂપે મામલતદારશ્રી ડિઝાસ્ટર તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીશ્રીઓએ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કંટ્રોલ રૂમમાં ફરજ નિભાવતા તમામ કર્મચારીઓને અલગ અલગ વિભાગો સાથે સંકલન કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી જેમાં તાલીમ દરમિયાન ડીપીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા સમજ આપવામાં આવી હતી. ઈમરજન્સી દરમિયાન હવામાન ખાતાની આગાહી મળે કે તાત્કાલિક જે તે સબંધિત વિભાગો તથા તાલુકા કક્ષાના કંટ્રોલરૂમને જાણ કરવી તથા નુકશાનથી સંભવિત અસર પામી શકે તેવા વિસ્તારો કે સમુદાયોને પરિસ્થિતિથી માહિતગાર કરવા અને ઈમરજન્સી સમયે કાર્યરત ટીમો સાથે સંકલનમાં રહેવા અનુરોધ કરાયો હતો. તાપી જિલ્લા કંટ્રોલરૂમ ફોન નંબર ૦૨૬૨૬-૨૨૩૩૩૨ તથા ટોલ ફ્રી નંબર ૧૦૭૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું હતું. આ તાલીમમાં અને જિલ્લા ના વિવિધ કચેરીના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500