Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વધીને 18.38 લાખ કરોડ થઈ ગયું : ગયા વર્ષની સરખામણીમાં 17.30 ટકાનો વધારો થયો

  • February 13, 2024 

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ રવિવારે જણાવ્યું હતું કે દેશનું કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વધીને રૂ. 18.38 લાખ કરોડ થઈ ગયું છે. ગયા વર્ષની સરખામણીમાં 17.30 ટકાનો વધારો થયો છે. CBDT દ્વારા જાહેર કરવામાં આવેલ ડેટા 10 ફેબ્રુઆરી સુધીનો છે. CBDT એ રવિવારે જાહેર કરેલા તેના અહેવાલમાં જણાવ્યું હતું કે દેશનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પણ ગયા વર્ષની સરખામણીમાં 20.25 ટકા વધ્યું છે અને તે 15.60 લાખ કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શી ગયું છે. આ આંકડો નાણાકીય વર્ષ 2023-24ના સુધારેલા અંદાજના 80.23 ટકા છે.


આ સિવાય 10 ફેબ્રુઆરી સુધી ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પણ ગયા વર્ષની સરખામણીમાં 17.30 ટકા વધીને 18.38 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. સીબીડીટીએ કહ્યું કે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનના આ આંકડા સતત વધી રહ્યા છે. આ સાથે કોર્પોરેટ ઈન્કમ ટેક્સ (CIT) અને પર્સનલ ઈન્કમ ટેક્સ (PIT)ના આંકડા પણ સતત વધી રહ્યા છે. કોર્પોરેટ આવકવેરામાં 13.57 ટકા અને વ્યક્તિગત આવકવેરામાં 26.91 ટકાનો વધારો થયો છે. સીબીડીટીના ડેટા અનુસાર, 10 ફેબ્રુઆરી સુધી 2.77 લાખ કરોડ રૂપિયાના રિફંડ પણ જારી કરવામાં આવ્યા છે.


ભારત સરકારના ડેટા અનુસાર, છેલ્લા 10 વર્ષમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારા લોકોની સંખ્યા બમણી થઈને 7.78 કરોડ થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2013-14ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2023માં ફાઇલ કરાયેલા ITRની આ સંખ્યામાં 104.91 ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2013-14માં 3.8 કરોડ ITR ફાઈલ કરવામાં આવ્યા હતા. સીબીડીટીના ડેટા અનુસાર, આ જ સમયગાળામાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં પણ 160.52 ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2013-14માં આ આંકડો 6,38,596 કરોડ રૂપિયા હતો. નાણાકીય વર્ષ 2022-23માં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વધીને રૂ. 16,63,686 કરોડ થયું છે. આ 10 વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ ટુ જીડીપી રેશિયો પણ 5.62 ટકાથી વધીને 6.11 ટકા થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application