દેશભરમાં 'ડિજિટલ ઇંન્ડીયા સપ્તાહ'ની થઈ રહેલી ઉજવણી અંતર્ગત, ડાંગ જિલ્લામાં પણ આગામી તા.૨૫થી ૩૧ જુલાઇ દરમિયાન 'ડિજિટલ ઇન્ડિયા સપ્તાહ-૨૦૨૩'ની ઉજવણી હાથ ધરાનાર છે. ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ આ સપ્તાહની ઉજવણી પણ ડિજિટલ રીતે કરવાનું આયોજન કરાયું છે. જે મુજબ તા.૨૫થી ૩૧ જુલાઇ દરમિયાન પ્રજાજનો પોતાના મોબાઇલમાં ઓનલાઇન વેબકાસ્ટમાં જોડાઈ, રાષ્ટ્રીય સ્તરનાં વક્તાઓના સાઇબર સિક્યુરીટી, આર્ટીફિસીયલ ઇન્ટેલીજન્સ, બ્લોક ચેઇન, આઇ.ઓ.ટી. અને જી.આઇ.એસ. જેવા વિષયો પર જાણકારી મેળવી શકશે.
ડિજિટલ ઇન્ડિયા સપ્તાહનો ઉદ્દેશ ભારતની ટેકનોલોજીકલ ક્ષમતાને દુનિયા સમક્ષ પ્રદર્શિત કરવાનો, ટેક સ્ટાર્ટઅપ્સ માટે જોડાણ અને વ્યાવસાયિક તકો ચકાસવાનો, અને નેક્સ્ટજેન નાગરિકોને પ્રેરણા આપવાનો છે. જેથી આ ઇવેન્ટમાં જોડાવા માટે આ સાથેની લિંક પર નોંધણી કરાવી, અને એસ.એમ.એસ./ઇ મેઇલ પર તમામ અપડેટ્સ મેળવવા NIC દ્વારા અનુરોધ કરાયો છે. લિંક : https://www.nic.in/diw2023-reg/
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500