ડાંગ જિલ્લાનાં વાંસદા તરફ રસ્તા ઉપર ચાલતા જતા અજાણ્યા ઇસમને ટેમ્પોએ અડફેટે લેતા ગંભીર ઈજા થઈ હતી. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એક ટાટા કંપનીનો ટેમ્પો નંબર જીજે/૦૪/એએક્સ/૭૨૧૩નો ચાલકે વાંસદા તરફ ચાલતા જતા એક અજાણ્યા રાહદારીને ટક્કર મારી હતી. આ શખ્સને ગંભીર ઈજા થતાં સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન તારીખ ૩નાં રોજ મોત નિપજ્યું હતું. જયારે મૃતકની ઉંમર આશરે ૩૫થી ૪૦ વર્ષની છે. તેના જમણા હાથનાં કાંડાનાં ભાગે અંગ્રેજીમાં 'AKKY' તથા જમણા હાથના મસલ્સનાં ભાગે હિન્દીમાં 'શિવમ આકાશ” નામનું છુંદણું કોતરાવેલું છે. આ શખ્સના સંબંધીઓ, વાલીઓએ વાંસદા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application