નાંદોદ તાલુકાનાં ઢોલાર ગામે પતિના લગ્નેતર સંબંધને લઇને પત્ની ઉપર ત્રાસ ગુજારતા પતિ પ્રેમિકા સાથે લગ્ન કરવા દોઢ વર્ષની પુત્રી અને પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મૂકતા પત્નીએ આમલેથા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નાંદોદનાં ઢોલાર ગામે રહેતા સારીકા વસાવાએ આમલેથા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે, તેના પતિ મહેશ વસાવા પોતે પરણિત અને પોતાની દોઢ વર્ષની પુત્રી હોવાનું જાણવા છતાં તરોપા ગામની એક રવિના વસાવા નામની યુવતી સાથે પ્રેમસબંધ ધરાવે છે. જોકે તેઓ આ રવીનાને પોતાની પત્ની તરીકે રાખવા માંગતો હોય છે.જેના કારણે માનસીક શારીરિક ત્રાસ આપી અને ઘરમાંથી કાઢી મુકી તથા સતત ઝગડો તકરાર કરી ફરીયાદી બેનને ગમેતેમ બોલી મારકુટ કરી શારીરિક માનસિક ત્રાસ આપી અને નાની દોઢ વર્ષની દિકરી સાક્ષિને મારી નાખવાની ધમકી આપી ઘરમાથી કાઢી મુકી જેથી સારીકાબેને પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application