સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ગત રવિવારે યોજાયેલી ચૂંટણીમાં ધીંગુ મતદાન થયા બાદ ઇડર તાલુકાની ગ્રામ પંચાયતોની તાલુકા મથકે ભારે ઉત્સુકતા વચ્ચે મતગણતરી કેન્દ્રો પર મતપેટીઓ ખુલતાં જ પરિણામ અંગે ભારે ઉત્સુકતા છવાવા સાથે જ વીરપુર ગ્રામ પંચાયતના સરપંચ પદે ધર્મિષ્ઠા પટેલનો ૧૯૫ મતે જવલંત વિજય થતાં સમર્થકો અને ગ્રામજનોએ ભારે જશ્ન મનાવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી મતદાન બાદ ઉમેદવારોના સમર્થકોએ સામ સામે વિજયના દાવા-પ્રતિ દવા કર્યા હતા. ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી સવારથી જ મતગણતરી કેન્દ્રો પર શરૂ થતાં જ ઠંડીમાં રાજકીય ગરમાવો આવી જવા સાથે ઉમેદવારોના ટેકેદારોનો જમેલો કમ્પાઉન્ડ બહાર જામવા સાથે પરિણામ અંગે ભારે ઉત્સુકતા જોવા મળી હતી.પ્રથમ વોર્ડના સભ્યોની મત ગણતરી કરવામાં આવી હતી અને લોક ચુકાદો પણ પ્રથમ વોર્ડના સભ્યોનો આવ્યો હતો. દિવસ ચડતાની સાથોસાથ જેમ જેમ ગ્રામ પંચાયતોના ચિત્રો સ્પષ્ટ થતા ગયા તેમ-તેમ વિજેતા ઉમેદવારોના તેમના ટેકેદારો અને ગ્રામજનોમાં ખુશી બેવડાઈ હતી વિરપુર ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર ધર્મિષ્ઠા પટેલને ૯૨૧ મત મળ્યાં હતાં. તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ઉમેદવાર સામે ધર્મિષ્ઠા પટેલનો ૧૯૫ મતથી જવલંત વિજય થયો હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે વિરપુર ગ્રામ પંચાયતનું આંચકાજનક પરિણામ આવતા એક સમયે વિજયની રેસમાં આગળ જણાતા પ્રતિસ્પર્ધી ઉમેદવારને પરાસ્તનો સામનો કરવો પડ્યો હતો. વિજેતા જાહેર થયેલા સરપંચ ધર્મિષ્ઠા પટેલ ના ટેકેદારો તેમજ ગ્રામજનોએ એક બીજા ના મોં મીઠા કરાવી ફટાકડા ફોડી વિજય ની ઉજવણી કરી હતી. વિજયી બનેલા સરપંચ ધર્મિષ્ઠા પટેલે મિડીયા વાતચીતમાં ઉમેર્યું કે તમામ સદસ્યો અને ગ્રામજનો ને સાથે રાખી ગામનો સર્વાંગી વિકાસ થાય તે માટેના પ્રથમ પ્રયાસો હશે ગામના નાગરિકોની સમસ્યાઓનો હલ સૌ સાથે મળીને ભાઈચારાથી કરવામાં આવશે અને સામાન્ય માનવીને પણ સુશાસન ની અનુભૂતિ થાય એવી રીતે વીરપુર ગામ પંચાયત નો વહીવટ ચલાવવામાં આવશે. સરકારની ૧૫ મા નાણાપંચ તેમજ અન્ય વિવેકાધીન ગ્રાન્ટોનો પૂરેપૂરો સદુપયોગ થાય તે અમારી ટીમનું પ્રથમ લક્ષ્ય હશે.ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણીએ આગામી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીનો લિટમસ ટેસ્ટ સમાન છે ગ્રામ્ય વિસ્તારમાં આ વખતે જંગી મતદાન થયું હતું ગ્રામ પંચાયતની ચૂંટણી એટલે લોકલ પોતાના ગામડા પર્યાપ્ત નું રાજકારણ આથી આ ચૂંટણીમાં ગ્રામજનો ઉત્સાહથી મતદાન કરવા બહાર નીકળ્યા હતા મતપેટીમાં કેદ થયેલા ભાવિ સુકાનીઓ નું પરિણામ બપોરે ૧૧ વાગ્યાથી જ આવવાનું શરૂ થઈ ગયું હતું. અને મતપેટીઓ ખુલ્યા બાદ અનેક નસિબ ચમક્યા હતા તો કેટલાક બળુકાઓ ના સપનાઓ ચકનાચૂર થયા હતા. તો મોટી ગ્રામ પંચાયતોમાં પુનરાવર્તન. પરિવર્તન અને અપ સેટ સહિતના ચિત્રો પણ સર્જાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application