ડાંગ જિલ્લાનાં કલેક્ટર તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પદભાર સંભાળી લીધો છે. રાજ્ય સરકાર દ્વારા તેમની ડાંગ કલેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. જોકે તેઓ અગાઉ દેવભૂમિ દ્વારકા ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે તેઓ ફરજ બજાવી ચૂક્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં કલેક્ટર તરીકે કાર્યરત શ્રી ભાવિન પંડ્યાની મહીસાગર ખાતે બદલી થતાં તેમણે તેમનો ચાર્જ નવનિયુક્ત કલેક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજાને સુપ્રત કર્યો હતો. કલેક્ટર કચેરીના અધિકારીઓ કર્મચારીઓએ નવા કલેકટરશ્રીનું સહર્ષ સ્વાગત કરીને શુભકામનાઓ પાઠવી હતી. નવા કલેકટર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સ્ટાફ મીટીંગનુ પણ આયોજન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application