ધરમપુર તાલુકાના કરંજવેરી ગામે બે બાઈક વચ્ચે અક્સ્માત સર્જાયો હતો જેમા ઢોલડુંગરી ગામના ગુંદી ફળીયામા રહેતા શંભુભાઈ પ્રવિણભાઈ વાડવા(ઉ.વ.32) જેઓ તા.14-12-2020ના દીને તેમણી બાઈક નંબર જીજે/15/બીએફ/3125 ઉપર બેસીને કામ અર્થે ધરમપુર ગયા હતા.
અને ત્યાથી કામ સમાપ્ત કરીને ઘરે પરત ફરતી વેળા ધરમપુરના કરંજવેરી ગામે આવેલા શ્રી જલારામ મંદીર પાસેથી પસાર થયી રહ્યા હતા તેજ સમયે બાઈક નંબર જીજે/15/એમએચ/4677 ના ચાલકે શંભુભાઈની બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમા શંભુભાઈ વાડવાને ગંભીર ઈજા થઈ હતી ઈજાગ્રસ્ત શંભુભાઈને સારવાર્થે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમા લઈ જવાયા હતા પરંતુ વધુ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમા દાખલ કરાયા હતા જ્યા સારવાર દરમિયાન તેનુ મુત્યુ થયુ હતુ.
આ બાબતે શંભુભાઈના કાકા દલપતભાઈએ અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ધરમપુર પોલીસ મથકમા ફરિયાદ નોધાવતા પોલિસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application