Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રમાંથી ચોરેલ ડમ્પર સાથે ત્રણ રીઢા ચોરટાઓને ધરમપુર પોલીસે ઝડપી પાડયા

  • March 07, 2025 

મહારાષ્ટ્રમાંથી ચોરેલા ડમ્પર સાથે ત્રણ રીઢા ચોરટાઓને ધરમપુર પોલીસે ઝડપી પાડયા હતા. ઘોડબંદર પોલીસ મથકમાં રૂ.૩૫ લાખની કિંમતના ડમ્પરની ચોરીનો ગુનો નોંધાયો હતો. ઘોડબંદરથી ચોરાયેલા ડમ્પરમાં જીપીએસ સિસ્ટમ કાર્યરત હતી. ચોરાયેલા ડમ્પરનું લોકેશન ધરમપુર મોટી ઢોલડુંગરી ગામે આવેલા એચપી કંપનીના પેટ્રોલપંપ પાસેનું આવતા, થોડબંદર પોલીસે આ બાબતની જાણ જિલ્લા પોલીસની એલ.સી.બી.ને કરી હતી. જિલ્લા પોલીસની એલ.સી.બી. પી.આઈ.એ આ બાબતની જાણ ધરમપુર પોલીસ મથકના પી.આઈ.ને કરી હતી.


ધરમપુર પોલીસની ટીમે ડમ્પરની ખરાઈ કર્યા બાદ ડમ્પરને પેટ્રોલપંપ પાસે પાર્ક કરનારા ચોરટાઓ ડમ્પર લેવા માટે આવે તેવી શક્યતા હોય, ધરમપુર પોલીસે આ સ્થળે ચાંપતી નજર રાખી હતી. આ દરમિયાન ડમ્પર લેવા માટે આવેલા મકસુદ આમીન બુદ્ધિ (રહે.સરકારી સ્કૂલની બાજુમાં, બિસમ્બર શેરગઢ, તા.છાતા, જિ. મથુરા, ઉત્તરપ્રદેશ), સમીમ શાહબુદ્દીન હાજી (રહે.ઘર નંબર ૧૫૮, ચંદની ગામ ચોકની બાજુમાં, તા.નુંહું, જિ. મેવાત, હરિયાણા) અને મહમદ આરીફ રશીદ હમીદ (રહે.૧૩૬૪ નજદીક પુલ, ફેરોજપુર નમક, તા.નુંહું, જિ. હરિયાણા)ને ધરમપુર પોલીસે આબાદ રીતે ઝડપી પાડયો છે.


ધરમપુર પોલીસે ઝડપી પડેલા આરોપીઓ પૈકીના મકસૂદ બુદ્ધિ સામે હરિયાણા ખાતે ચોરીના ૬ ગુનાઓ, સમીમ હાજી સામે ઉત્તર પ્રદેશના કોશીકલા પોલીસ મથકમાં ટ્રેક્ટર ચોરી અને રાજસ્થાનના કોથપુતરી પોલીસ મથકમાં લીંબુનો જથ્થો ચોરી કરવાનો, જ્યારે આરોપી મહમદ આરીફ સામે રાજસ્થાનના ટપુવડા પોલીસ મથકમાં બકરા ચોરીનો ગુનો નોંધાયો હોવાની વિગત સામે આવી હતી. ધરમપુર પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલું ડમ્પર, રોકડા રૂ.૩૦૦૦ અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.૩૫,૦૮,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application