ધરમપુરના ફૂલવાડી ગામમાં રહેતી 16 વર્ષીય સગીરાએ કોઈક અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ધરમપુરનાં ફૂલવાડી ગામના ભગતાણ ફળિયામાં રહેતા કલ્પેશભાઈ ભાયજુભાઈ કુબાડિયા રાત્રે જમીને સુવાની તૈયારી કરી હતા ત્યારે તેમની 16 વર્ષીય પુત્રી દિવ્યા અભ્યાસ કરી રહી હતી. જે બાદ પરિવારના તમામ સભ્યો સુઈ ગયા હતા.
ત્યારબાદ વહેલી સવારે દિવ્યા ઘરના ખુલ્લા દરવાજાની બારસાખ સાથે કમરનો પટ્ટો વળે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બનાવ અંગે મૃતકના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500