‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ નિમિત્તે આહવાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ભગવાન ધન્વંતરીની પુજા/અર્ચના કરી સ્વાસ્થ્ય સંકલ્પ લેવાયો હતો. જિલ્લા વહિવટી તંત્રના વડા એવા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીએ વહેલી સવારે ભગવાન ધન્વંતરીનું પુજન અર્ચન કરી, આયુર્વેદિક હોસ્પિટલની મુલાકાત લીધી હતી. દરમિયાન અંહીની સેવા અને સુવિધાઓ બાબતે જાણકારી મેળવી તેને વઘુ લોકભોગ્ય બનાવવાની દિશામા કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. જિલ્લા આયુર્વેદ અધિકારીએ હોસ્પિટલની સેવા સુવિધા તથા કાર્યક્રમથી ઉચ્ચાધિકારીઓને અવગત કરાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application