ધરમપુરનાં ધામણી ગામે નાર નદીમાં માછલી પકડવા ગયેલા ગામનો તરવૈયો યુવક નદીના કોતરમાં ફસાઈ જતા ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ધરમપુર તાલુકાના ધામણી ગામના બાફળી ફળિયા ખાતે રહેતા છગનભાઈ જાનાભાઈ દેવળીયા (ઉ.વ.40) ગત 13 જુનના રોજ બપોરે ગામના અન્ય રહીશો સાથે ગામમાંથી પસાર થતી નાર નદીમાં માછલી પકડવા માટે ગયો હતો.
માછલી પકડયા બાદ અન્યો રહીશો ત્યાંથી નીકળી ગયા હતા. જયારે છગનભાઈ ત્યાં જ હાજર હતો. માછલી પકડવા માટે ડૂબકી લગાવ્યા બાદ કોતરમાં ફસાઈ જતા છગનભાઇ બહાર નીકળી શક્યા ન હતા. જયારે તેના ગૂમ થવા અંગે પરિવારે મિત્રોને જાણ કરતાં બીજા દિવસે સ્થાનિક તરવૈયા તથા પાલિકાના ફાયર ખાતાના જવાનોએ તપાસ આરંભી હતી. જોકે તેની ભાળ મળી ન હતી. જેથી છગનભાઈ કોતરમાં ફસાઈ ગયો હોવાનું અનુમાન લગાવી, મશીન દ્વારા નદીના પાણીમાં દબાણ વધારાતા ત્રીજા દિવસે છગનભાઈનો મૃતદેહ બહાર આવ્યો હતો. જે બાબતે મૃતકના ભાઈ બિસ્તુભાઈ દેવળીયાએ ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોત મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application