Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઘોઘલીનાં સિધ્ધ શ્રી ધૂંધલીનાથ મહાદેવની યાત્રામાં ઉમટયું ભક્તોનું ઘોડાપુર

  • June 21, 2023 

ગત રવિવારે સિધ્ધ શ્રી ધૂંધલીનાથ મહાદેવની યાત્રામાં ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. સને ૧૯૭૪માં એક ગુરુવારના રોજ બીલીમોરાના સંત બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી સાનેદાદાને અહીં કોઈ શક્તિ રહેલી હોવાનું જ્ઞાત થતા આ સ્થાન પર જઈને જમીનમાં ખોદવાનું શરૂ કરાવ્યું, ત્યારે અહીંથી જવાળાના રૂપમાં શિવલિંગનું પ્રાગટય થયું હતું. ત્યારથી લઇને આજ દિવસ સુધી જેઠ વદ અમાસના દિવસે અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે, અને ભાવપૂર્વક સિધ્ધ શ્રી ધૂંધલીનાથનું પૂજન અર્ચન કરે છે. આ દિવસે બીલીમોરા સ્થિત નવનાથ ધામના વર્તમાન ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી છોટેદાદા એ અહીં પૂજન કર્યું હતું, અને અહીં ભગવાન શ્રી ધૂંધલીનાથ જ્યોતિ સ્વરૂપમાં પ્રગટ થયા છે.



જેથી આ પણ એક જ્યોર્તિલિંગ જ છે તેમ જણાવ્યું હતું. આ અવસરે ભારે સંખ્યામાં નાથભક્તોએ પૂજાનો લાભ લીધો હતો. અહીં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ૫૦૦૦થી વધુ ભક્તોએ દર્શન અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. કહેવાય છે કે, ડાંગમાં તમે ભ્રમણ કરો છો, અને આ સ્થાનકમાં શ્રી ધૂંધલીનાથ મહાદેવનાં દર્શન નથી કર્યા તો ચોક્કસ તમે કંઈક ગુમાવ્યું છે. ખુબ જ સુંદર વનમાં આવેલું આ શિવલિંગ દર્શનીય છે, અને અપાર સત ધરાવે છે. એકવાર તો એની મુલાકાત અવશ્ય લેવી જ જોઈએ, તેવો ભાવિક ભક્તોનો સુર રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application