Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

‘મિચોંગ’ વાવાઝોડું તમિલનાડુનાં કિનારે અથડાય તે પહેલાં તબાહી મચાવવાની શરૂઆત થઈ : મૂશળધાર વરસાદને કારણે ચેન્નઈ એરપોર્ટનાં રન-વે તથા સબ-વે પર પાણી જ પાણી થયું

  • December 04, 2023 

‘મિચોંગ’ વાવાઝોડું તમિલનાડુનાં કિનારે અથડાય તે પહેલાં જ તેણે તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ આંધ્રપ્રદેશમાં દસ્તક દેતા પહેલાં ‘મિચોંગ’ વાવાઝોડું ઉત્તર તમિલનાડુના કિનારે તબાહી મચાવી શકે છે. જોકે તેના આગમનની અસર છેલ્લા બે ત્રણ દિવસથી જોવા મળી રહી છે. તમિલનાડુમાં કેટલાક વિસ્તારોમાં તો એવો ભારે વરસાદ પડ્યો કે રન-વે, હાઇવે, રહેણાંક સોસાયટીમાં પાણી જ પાણી થઈ ગયું છે. રન-વે પર પાણી ભરાઈ જતાં અનેક ફ્લાઇટો રદ કરવાની નોબત આવી હતી.



આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં તટીય વિસ્તારોમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળોએ કબજો જમાવી લીધો છે. અનેક વિસ્તારોમાં ઝડપી પવન સાથે વરસાદ છેલ્લા ત્રણથી ચાર દિવસથી હાહાકાર જેવી સ્થિતિ સર્જી રહ્યો છે. એવું મનાય છે કે, આજે અને આવતીકાલ ખૂબ જ ભારે વીતશે. એટલા માટે સરકારે લોકોને સાવચેત રહેવા એલર્ટ જાહેર કરી દીધું છે. વાવાઝોડાની અસરને પગલે ચેન્નઈના તટીય વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. મૂશળધાર વરસાદને લીધે ચેન્નઈ એરપોર્ટના રનવે તથા સબવે પર પાણી જ પાણી થઈ ગયું છે. જેના લીધે ફ્લાઈટો રદ કરવામાં આવી છે. આઈએમડીએ પહેલાથી જ વાવાઝોડા અંગે ચેતવણી જાહેર કરી દીધી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application