Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારા ખાતે આકાર લેનારા રૂ.૨ કરોડ ૧૩ લાખના અધ્યતન બસ સ્ટેન્ડનુ ખાતમુહૂર્ત કરાયું

  • August 01, 2022 

ગત દિવસો દરમિયાન સાપુતારા ઘાટમાર્ગમા સુરતની એક ખાનગી લકઝરી બસને નડેલા અકસ્માત વેળા, જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ, અને સ્થાનિક પદાધિકારીઓની ત્વરિત કામગીરીને કારણે વધુ જાનહાનિ નિવારી શકાઇ હતી. તે બદલ તંત્ર અને પદાધિકારીઓની કામગીરીની સરાહના માર્ગ અને મકાન મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદીએ કરી હતી.ગુજરાત મહારાસ્ટ્ર સરહદે આવેલા સાપુતારા ખાતે અધ્યતન બસ સ્ટેન્ડની સુવિધા ઉપલબ્ધ થવાથી લાખો મુસાફર જનતાને તેનો લાભ થશે તેમ પણ મંત્રીશ્રી એ વેળા જણાવ્યુ હતુ.




રાજયના માર્ગ અને મકાન મંત્રી શ્રી મોદીએ ગુજરાતના થઈ રહેલા વિકાસનો ઉલ્લેખ કરી, નવા એરપોર્ટ, રેલ્વે સ્ટેશનો, રો રો ફેરી સર્વિસ,અધ્યતન બસ સ્ટેન્ડોની શ્રુખલા ઊભી કરીને, રાજય સરકારે છેવાડાના માનવી માટે અનેકવિધ સુવિધાઓ ઉબલબ્ધ કરાવી છે તેમ જણાવ્યુ હતુ.રાજયના ૨૫ લાખ જેટલા મુસાફરો S.T સેવાનો લાભ લઈ રહ્યા છેત્યારે, બસ એ એક સેવાનુ માધ્યમ છે તેમ જણાવી વાહન વ્યવહાર મંત્રીશ્રીએ S.T તંત્રની થઈ રહેલી કાયાપલટનો ખ્યાલ આપ્યો હતો.ગિરિમથક ખાતે અધ્યતન બસ સ્ટેન્ડનુ ભૂમિપૂજન કરતા મંત્રીશ્રીએ આંતરરાજય સરહદે આવેલા સાપુતારા સુધી પહોંચવા માટે NH48 ચીખલી થી વાંસદા – વઘઈ – થઈ સાપુતારાને ચાર માર્ગીય રોડની સુવિધા ઉપલબ્ધ કરાવવાનુ કાર્ય ચાલી રહ્યું છે તેમ પણ જણાવ્યુ હતુ.



મંત્રીશ્રીએ સાપુતારા ખાતે નવનિર્મિત બસસ્ટેન્ડની સાશ્ત્રોક્ત વિધી સાથે ભૂમિપૂજન-ખાતમુહૂર્ત કરી તકતીનુ અનાવરણ પણ કર્યું હતુ.ઉલ્લેખનિય છે કે, ગિરિમથક સાપુતારાને પ્રાપ્ત થનારા નવા અઘતન બસ સ્ટેન્ડમા પાંચ પ્લેટફોર્મ સાથે મુસાફરોમાટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઈટીંગ હોલ, કેન્ટીન-કિચન, શૌચાલય, સહિત ટ્રાફિક કંટ્રોલ રૂમ, અને બસ પાર્કિંગ માટેની વિશાળ જગ્યા ઉપલબ્ધ થનાર છે. સાથે રેસ્ટરૂમ અને ડ્રાયવર – કંડકટરો માટેના રેસ્ટરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે. રૂ. ૨૧૩.૪૨ લાખના ખર્ચે આકાર લેનારૂ સાપુતારાનુ આ અધ્યતન બસ સ્ટેન્ડ ગુજરાત, મહારાસ્ટ્ર સહિત દેશભરની મુસાફર જનતા માટે ઉપયોગી પુરવાર થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application