Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીમાં રાષ્ટ્રધ્વજનું અપમાન, સુરત જિલ્લા કલેકટરશ્રી આયુષ સંજીવ ઓંક કસુરવારો સામે કાર્યવાહી કરી બતાવે

  • April 08, 2023 

બારડોલીમાં એક ખાનગી હોસ્પિટલના સંચાલકો દ્વારા હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે હોસ્પિટલના મેઈન ગેટ પાસે આકાશને ચૂમતો એક મોટા સ્તંભ પર રાષ્ટ્રધ્વજને માનભેર ફરકાવવામાં આવ્યો હતો, ત્યારે આજે આ રાષ્ટ્રધ્વજ મેલો તેમજ કેટલાંક સ્થળો પર ફાટી ગયેલો નજરે પડી રહ્યો છે. જેના પગલે ફ્લેગ કોડનું પાલન થઈ રહ્યું નથી અને રાષ્ટ્રધ્વજની ગરીમાંને હાની પહોંચી રહી હોવાનું પણ સ્પષ્ટ જોઈ શકાય છે, ત્યારે સુરત જિલ્લા કલેકટરશ્રી આયુષ સંજીવ ઓંક કસુરવારો સામે કાર્યવાહી કરી બતાવે એજ સમયની માંગ છે.


માત્ર હલકી પ્રસિદ્ધિ મેળવવા પુરતી દેશભક્તિનો દેખાડો 

સુરત જિલ્લાના બારડોલીમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-૫૩ ઉપર ત્રણવલ્લા બ્રીજ નજીક આવેલ ઓમ સાંઈરામ કાર્ડિયાક અને મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલના સંચાલકો દ્વારા હોસ્પિટલના મેઈન ગેટ પાસે મોટા ઉપાડે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી દેવાયો હતો પરંતુ તેની સાચવણી કરવામાં કોઈને રસ નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે,રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યા પછી તેના સન્માનમાં પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે જેમાં હોસ્પિટલના સંચાલકોને જરા પણ રસ ન હોય તેવું લાગી રહ્યું છે. માત્ર હલકી પ્રસિદ્ધિ મેળવવા પુરતી દેશભક્તિનો દેખાડો કરવામાં આવ્યો હોવાનું ફલિત થઇ રહ્યું છે.


ફાટેલો રાષ્ટ્ર ધ્વજ પણ ફરકતો જોઈ ઉતારવામાં કોઈને રસ નથી

ખરેખર તો, રાષ્ટ્રધ્વજના ઉપયોગ અને તેને ફરકાવવા માટે એક ધ્વજ સંહિતા બનાવવામાં આવી છે. આ કાયદો ત્રિરંગો ફરકાવવા માટેના નિયમો અને કાયદો નક્કી કરે છે ,આમ જુઓ તો શાનથી લહેરાતો રાષ્ટ્રધ્વજ સહુને ગમે પરંતુ જ્યારે તેનું અપમાન થતું હોય અને તે પણ સરદારની ભૂમિ બારડોલીમાં તો તે કેટલું ચલાવી લેવાય, હોસ્પિટલના સંચાલકોને રાષ્ટ્ર ધ્વજ સમય અને તેના સન્માનનું ધ્યાન રાખવું તો દૂરની વાત છે ફાટેલો રાષ્ટ્ર ધ્વજ પણ ફરકતો જોઈ ઉતારવામાં કોઈને રસ નથી તેવું દેખાય છે.


સુરત કલેક્ટરશ્રી આયુષ સંજીવ ઓંક કોની સામે અને ક્યારે પગલા ભરશે તે યક્ષ પ્રશ્ન ઊભો થયો છે.

ઓમ સાંઈરામ કાર્ડિયાક અને મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલના મેઈન ગેટ પર ફરકતો આ રાષ્ટ્ર ધ્વજ કિનારીના ભાગેથી ફાટી ચુક્યો છે, ઘણો મેલો પણ થઇ ગયો છે. હવે આ ધ્વજના અપમાન બદલ સુરત કલેક્ટરશ્રી આયુષ સંજીવ ઓંક કોની સામે અને ક્યારે પગલા ભરશે તે યક્ષ પ્રશ્ન ઊભો થયો છે. ઓમ સાંઈરામ કાર્ડિયાક અને મલ્ટીસ્પેશિયાલીટી નજીકથી પસાર થતા એક સજ્જન વ્યક્તિએ જણાવ્યું હતું કે,હાલ તો આ રાષ્ટ્રધ્વજનું અપમાન થતું અટકાવવું જોઈએ અને વહેલાસર આ ધ્વજને સન્માન સાથે ઉતારી લેવું જોઈએ,એક બાળક જે હજુ બધું શીખી રહ્યું છે તે પણ ફાટેલો ધ્વજ ફરકાવાય કે નહીં તે પ્રશ્નો સાથે ઘરે જતો હશે.યુવાનો, કોઈ વડિલ કે જેઓ વર્ષોથી માંભોમને અવિરત પ્રેમ કરી રહ્યા છે ત્યારે તેમના મનમાં તંત્રની કામગીરીની કેવી છાપ ઊભી થઈ રહી હશે તે અચંબીત કરનારું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application