ખેડાનાં કઠલાલ તાલુકાના ઘોઘાવાડા તાબે રઘુનાથપુરામાં એક જ પરિવારનાં બે પુત્ર વધૂને વીજકરંટ લાગતા બંનેના મોત નિપજ્યાં હતાં. પરિવારમાં બે પુત્ર વધૂના એક સાથે મોત થતા માતમ છવાઈ ગયો છે. બંને મૃતદેહોને કઠલાલની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યાં હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઘોઘાવાડા તાબે રઘનાથપુરામાં સંયુક્ત કુટુંબમાં રહેતાં બે ભાઈનાં પત્ની સુધાબેન દિલીપભાઈ ભોઈ (ઉ.વ.37) અને સુરેખાબેન વિક્રમસિંહ ભોઈ (ઉ.વ.33) ગતરોજ સવારે અગાસીમાં કપડાં સુકવવા ગયાં હતાં. જ્યાં ધાબા પર પહેલાંથી ભેજ હતો અને કપડા સુકવવાના લોખંડના તાર પર ઘર વપરાશનો જીવંત વીજ વાયર ક્રેક થઈને સ્પર્શ થઈ જતાં બંનેને વીજ કરંટ લાગ્યો હતો.
જેથી બંને દેરાણી-જેઠાણી ત્યાં જ ઢળી પડયાં હતાં. થોડો સમય વિત્યાં બાદ પણ બંને ના દેખાતા પરિવારે તપાસ કરતા બંને અગાસીમાં ઢળી પડેલાં જોવા મળ્યાં હતાં. તેમની તપાસ કરતાં બંનેનું મોત નિપજ્યું હતું. નોંધનીય છે કે, સુધાબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે, જ્યારે સુરેખાબેનને એક પુત્ર છે. બંને દેરાણી-જેઠાણીના અકાળે મૃત્યુથી બાળકો માતા વિહોણા બન્યા છે. તેમજ બંને પુત્ર વધૂના મોતથી પરિવારમાં માતમ છવાયો છે. જયારે પીએમ બાદ બંને મૃતદેહોને પરિવારને સોંપવામાં આવશે. એક જ કુટુંબમાં એક જ દિવસે બો મોત થતા સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી. પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી. આકસ્મિત રીતે બનેલી આ દુર્ઘટનામાં બે પરિવારોના માથે આભ ફાટી પડયું હોય તેવા કરૂણદ્રશ્યો સર્જાયો હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application