ગુજરાત એસીબી વિભાગ દ્વારા લાંચિયાઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે,જોકે તેમ છતાં આ લાંચિયાઓ સુધરવાનું નામ લેતા નથી. આજરોજ અમદાવાદમાં સોલા-ચાવડીના નાયબ મામલતદાર અને તેના સેવકને રૂપિયા ૧૫ હજારની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો
એસીબીને ફરિયાદ કરનાર ફરીયાદીના માતાનુ નામ ૭/૧૨ માં ચડાવવા સારૂ ફરીયાદીએ અરજી કરેલ જેની તપાસ આ કામના આરોપી નં.૧ કરી રહેલ હોય, કાચી નોંધ તૈયાર થયા બાદ કાચી નોંધને પ્રમાણીત કરવા સારૂ આરોપી નં.૧ એ ફરીયાદી પાસે રૂ.૧૫,૦૦૦/- લાંચની માંગણી કરેલ. જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતાં, આજ રોજ ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં, લાંચના છટકા દરમ્યાન આરોપી (૧) નિર્મલસિંહ દોલતસિંહ ડાભી, વર્ગ-૩, સર્કલ ઓફીસર (નાયબ મામલતદાર) (૨) યોગેશભાઇ જશુભાઇ પટેલ, સેવક, (આઉટ સોર્સ-કરાર આધારીત) સોલા-ચાવડી, સોલા, અમદાવાદ ના બંને લાંચિયા રૂપિયા ૧૫ હજારની લાંચ લેતા ગાંધીનગર એસીબી ટીમના હાથે રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500