નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષ સ્થાને નર્મદા જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનાર નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની પ્રિલિમરી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની પ્રિલિમરી પરીક્ષાના મુદ્દાઓ અંગે પરીક્ષા સમિતિ સાથે ચર્ચા કરવામા આવી હતી.
જેમા જિલ્લાના કુલ પરીક્ષા કેન્દ્રો અને બિલ્ડીંગ, બેઠક વ્યવસ્થા, પોલીસ વિભાગ દ્વારા સ્ટાફની નિમણૂક કરવા માટે, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી દ્વારા પરીક્ષાની કામગીરી માટે સ્ટાફની નિમણુક કરવા બાબત, તે સાથે જ ઝોનલ કચેરીઓ, વીજ પુરવઠો ચાલુ રાખવા બાબત, બસ સુવિધા યોગ્ય રીતે રાખવા બાબત, અને આરોગ્ય અધિકારીશ્રી દ્વારા થતી કામગીરી, તથા પરીક્ષા માટેની બહોળી પ્રસિદ્ધિ કરવાની, તેમજ પરીક્ષા કેન્દ્ર પર સલામતી વ્યવસ્થા જળવાઈ રહે અને સુચારુરૂપે આ પરીક્ષા યોજાય તે માટેની તમામ પ્રકારની જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, નર્મદા જિલ્લામાં તા.૧૫/૧૦/૨૦૨૩ના રોજ સવારે ૧૧થી બપોરે ૦૧ કલાકે યોજાનાર પરીક્ષામા કુલ ૧૫ પરીક્ષા કેન્દ્રો અને ૧૭૮ બ્લોક ઉપર આ પરીક્ષા યોજાશે તેમજ જિલ્લામાં કુલ ૪૨૫૪ ઉમેદવારો આ લેવાનાર પરીક્ષામાં હાજરી આપશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500