ધંધુકા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર વૈભવ શ્રીવાસ્તવને રૂપિયા 1.20 લાખની લાંચ કેસમાં ઝડપી લીધા બાદ ACBએ તેના નિવાસ સ્થાન પર તપાસ કરી હતી. જેમાં 30 લાખની રોકડ મળી આવી હતી. આ રકમ તેણે ભ્રષ્ટ્રાચાર દ્વારા એકઠી કરી હોવાની માહિતી પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળી હતી. આ અંગે ACBએ વધુ તપાસ શરૂ કરી છે. ACBના અધિકારીઓેએ ગુરૂવારે ધંધુકામાં આવેલી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની કચેરીમાં ટ્રેપ ગોઠવીને નાયબ કાર્યપાલક ઇજનેર વૈભવ શ્રીવાસ્તવને રૂપિયા 1.20 લાખની રોકડની લાંચ લેતા ઝડપી લીધો હતો.
વૈભવ શ્રીવાસ્તવે કોન્ટક્ટરની બિલ પાસ કરવાની બદલામાં લાંચની માંગણી કરી હતી. લાંચ કેસમાં વૈભવ શ્રીવાસ્તવની ધરપકડ કર્યા બાદ ACBની એક ટીમ દ્વારા ધંધુકાના નિવાસ સ્થાને પર તપાસ કરવામાં આવી હતી. જ્યાં 30 લાખની રોકડ મળી આવી હતી. જે રોકડ અંગે તે ખુલાસો કરી શક્યો નહોતો. ACB દ્વારા વૈભવ શ્રીવાસ્તવ અને તેના પરિવારજનોના બેંક એકાઉન્ટ અને અન્ય રોકાણ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક સુત્રોના જણાવ્યા મુજબ પાણી પુરવઠા વિભાગના અધિકારીએ મોટાભાગના સ્થાનિક કોન્ટ્રાક્ટર પાસેથી બિલ પેટે હપ્તાખોરી શરૂ કરી હોવાની અગાઉ પણ અનેક ફરિયાદો ઉઠી હતી. જે અંગે અગાઉ ભોગ બનનાર વ્યક્તિઓને એસીબીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application