Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા પ્રીમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની મુલાકાત લઈ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક

  • November 18, 2021 

‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ના શુભારંભ પ્રસંગે ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકએ આહવાના આંગણે આયોજિત ખેલ મહોત્સવ ‘આહવા પ્રીમીયર લીગ’ ક્રિકેટ ટુર્નામેન્ટની મુલાકાત લઈ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. આહવાના સરપંચ દ્વારા પ્રાયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમા ભાગ લઈ રહેલી આઠ જેટલી ક્રિકેટ ટિમના ખેલાડીઓ સાથે ક્રિકેટ રમીને નાયબ મુખ્ય દંડકએ પ્રતિસ્પર્ધી ખેલાડીઓને પરસ્પર ખેલદિલી, કોમી એખલાસ અને ભાઇચારાની ભાવના સાથે તેમનામા રહેલા ખેલ કૌશલ્યને બહાર લાવવાની હિમાયત કરી હતી.







ઉલ્લેખનિય છે કે, ભરુચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ચેરમેન એવા નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે ભરુચ જિલ્લાના ઇખર ગામના ભારતીય ક્રિકેટ ટિમના આંતરરાષ્ટ્રીય ખેલાડી એવા મુનાફ પટેલની કારકિર્દી ઘડતરમા પણ અહમ ભૂમિકા નિભાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application