તાપી જિલ્લામાં વહેલી સવારે ગાડ ધુમ્મસ છવાતા વાહન ચાલકોએ લાઈટ ચાલુ કરી વાહનો હંકારવા પડ્યા હતા. પ્રથમ વરસાદથી શાકભાજીના પાકોને મોટા પાય નુકસાન થયા બાદ હાલમાં ધુમ્મસ થવા તાપી શાકભાજી પાકમાં ફળ-ફૂલને માટે અસર થવા સાથે જીવાતનો ઉપદ્રવ પણ વધવાની શક્યતા હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. તાપી જિલ્લાના ડોલવણ, વ્યારા, ઉચ્છલ, સોનગઢ, નિઝર અને કુકરમુંડા તાલુકામાં કેટલાક ખેડૂતો શાકભાજીની ખેતી સાથે સંકળાયેલા રહ્યા છે.
જ્યારે છેવાડાના નિઝર કુકરમુંડામાં મરચા, તુવેર, ચોળા વગેરે પાકો તેમજ ડોલવણ, વ્યારા, સોનગઢ તાલુકામાં સૌથી વધુ ખેડૂતો ભીંડા ખેતી તેમજ રીંગણ, ટામેટા, કોબીજ, ફ્લાવર, ચોળા, પાપડી, તુવેર, તુરીયા, કારેલા, મરચા તેમજ વિવિધ જાતિના ભાજી કરે છે પરંતુ ચાલુ વર્ષે શિયાળાના આરંભ સાથે જ જાણે કે કુદરતે રિસામણા લીધા હોય તેમ અવાર-નવાર કુદરતી આફતો આવી રહી છે ધોધમાર કમોસમી વરસાદથી શાકભાજી પાકોને નુકસાન થતા હાલમાં માર્કેટમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે કમોસમી વરસાદથી નુકસાન થયા બાદ વહેલી સવારે ગાડ ધુમ્મસ છવાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
તુવેર, પાપડી, ભીંડા સહિતના તમામ શાકભાજી પાકોને માટી અસર થવાની શક્યતા ને નકારી શકાય તેમ નથી ફૂલો ખરી જવા સાથે જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા રહેલી છે. ભીંડા કરતા ખેડૂતો પણ ચિંતિત બન્યા છે મોઘા દાટ બિયારણ દવા તેમજ અન્ય ખર્ચાઓ બાદ અવાર-નવાર બદલાઈ રહેલા વાતાવરણને લીધે ભીંડાના ઉત્પાદન ઉપર માઠી અસર થવાની સંભાવના રહેલી છે. સામાન્ય રીતે શિયાળામાં શાકભાજીના ભાવ સસ્તા હોય છે ત્યારે કુદરતી આફતને લીધે શાકભાજી પાકોનું ઉત્પાદન ઓછું થવાથી માર્કેટમાં ગૃહિણીઓએ શાકભાજીના ભાવ ઊંચા ચૂકવવા પડે તેવી નોબત આવી ચૂકી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500