Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીનમાં કડક ઝીરો કોવિડ લોકડાઉનનાં વિરોધમાં અનેક શહેરોમાં દેખાવો : યુરોપ અને એશિયાનાં શેરબજારોમાં કડાકો જોવા મળ્યો

  • November 29, 2022 

ચીનનાં કડક ઝીરો કોવિડ લોકડાઉનનાં વિરોધમાં અનેક શહેરોમાં દેખાવો થયા પછી સોમવારે યુરોપ અને એશિયાનાં શેરબજારોમાં કડાકો જોવા મળ્યો હતો. હોંગકોંગનાં શેરબજારમાં 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. US ફ્યુચર્સમાં બે ટકાનો ઘટાડો અને ઓઇલનાં ભાવમાં બેરલ દીઠ 2 ડોલરનો ઘટાડો નોંધાયો હતો. દાયકાઓ પછી ચીનમાં સત્તાધારી પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટી સામે દેખાવો થયા છે. ઉલ્લેખનીય છે કે, ચીનમાં કોરોનાનાં કેસોની સંખ્યા અમેરિકા અને અન્ય દેશો કરતા ઓછી છે. આમ છતાં ચીનમાં લોકડાઉન લગાવવામાં આવતા લોકો નારાજ છે.




છેલ્લે મળેલા સમાચાર સુધીમાં જર્મનીનું શેરબજાર ડેક્સ 0.8 ટકા ઘટીને 14,421.88 પોઇન્ટની સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું. ફ્રાન્સનું શેરબજાર કેક 40 0.8 ટકા ઘટીને 6656.18 પોઇન્ટની સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું. બ્રિટનનું એફટીએસઇ 100 0.6 ટકા ઘટીને 7448.10ની સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું. ટેલિકોમ ઉપકરણો બનાવતી ચીનની ટેલિકોમ કંપની ઝેટીએઇના ઉત્પાદનો પર અમેરિકામાં પ્રતિબંધ મૂકવામાં આવતા તેના શેરમાં 4.2 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. છેલ્વે મળેલા સમાચાર સુધીમાં ટોક્યોના નિક્કી-225 ઇન્ડેક્સ 0.4 ટકા ઘટીને 28,162.83ની સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું. સિઓલનું કોસ્પી 1.2 ટકા ઘટીને 2408.07ની સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું. બ્રેન્ટ ક્રૂડ 2.06 ડોલર ઘટીને 81.11 ડોલરની સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application