Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાંદેર ઝોનમાં મોરાભાગળનાં ઝુંપડામાં પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલીશન કરાયું

  • April 28, 2022 

સુરત મહાનગર પાલિકાના રાંદેર ઝોનમાં મોરાભાગળના રોડ નજીક આવેલા ઝુંપડાનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલીશન હાથ ધરાયું હતું. જોકે બે દિવસ પહેલા પાલિકા તંત્ર આ ઝુંપડાનું ડિમોલિશન કરવા પહોંચી ત્યારે ભારે વિરોધ કરવામા આવતા ડિમોલિશનની કામગીરી અટકાવી દીધી હતી. જોકે ફરી પાછું ઘર્ષણ ન થાય તે માટે પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી જયારે સ્થાનિકોનો વિરોધ વચ્ચે ડિમોલિશનની કામગીરી ચાલી હતી.  બનાવની વિગત એવી છે કે, પાલિકાના રાંદેર ઝોનમાં મોરાભાગળ ખાતે વર્ષોથી નડતર રૂપ કાચા-પાકા 15 થી 20 ઝુંપડા આવ્યા છે. આ ઝુંપડાના દુર કરવા માટે પાલિકાએ અગાઉ કામગીરી કરી હતી. 



પરંતુ લોકોના વિરોધના કારણે કામગીરી અટકી પડી હતી અને જેમાં બે દિવસ પહેલાં પણ પાલિકાએ ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી જેમાં પાલિકાની ટીમ સામે સ્થાનિકોએ ભારે વિરોધ કરતાં ડિમોલિશનની કામગીરી પડતી મુકવામાં આવી હતી. આ ઝુંપડા દુર કરવા પાલિકા માટે ઘણા જરૂરી હોય અને બીજી તરફ ઝુંપડા વાળા સ્ટે લાવી શકે તેવી શક્યતા હોવાથી પાલિકા સવારે પોલીસ બંદોબસ્ત સાથે ઝુંપડાના ડિમોલીશન કરવા માટે પહોંચી ગઈ હતી. પાલિકા કામગીરી કરે તે પહેલાં જ સ્થાનિકોએ ફરીથી હોબાળો મચાવ્યો હતો. પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાથી વધુ વિરાધ થયો ન હતો જયારે  સ્થાનિકોનો વિરોધ વચ્ચે પાલિકાએ ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application