સુરત તાપી જિલ્લાના કોરોના ના દર્દીઓ રામ ભરોસે છે દિન-પ્રતિદિન કોરોનાવાયરસ ના વધતા જતા મહા ભયાનક સંક્રમણના કારણે સૌથી દયનિય હાલત સુરત અને તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની છે સ્થાનિક તંત્રની અણઘડતા કે પછી એ.સી. ચેમ્બરમાં બેસીને માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે આંકડાની માયાજાળમાં રચ્યાપચ્યા રહેતા અધિકારીના કારણે સુરત-તાપી જિલ્લાની ગ્રામ્ય પ્રજા આજે કોરોનાના ખપ્પરમાં હોમાઈ રહી છે.
સુરત તાપી જિલ્લાની હોસ્પિટલોમાં આજે નથી બેડ નથી ઓક્સીજન કે પછી વેન્ટિલેટર મળતા નથી કે પછી રેમડેસિવીર ઇન્જેક્શન ન મળવા ને કારણે કોરોના ગ્રસ્ત દર્દીઓની હાલત દિવસે દિવસે ભયંકર બનતી જાય છે આ તબક્કે કોંગ્રેસના રાષ્ટ્રીય અગ્રણી અને માજી મંત્રી તુષાર ચૌધરી,તાપી જિલ્લાનાં કોંગ્રેસ પ્રમુખ,સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી સુરત જિલ્લા પંચાયતના માજી સદસ્ય તથા ખેડૂત આગેવાન દર્શન નાયકે વહીવટી તંત્રના ભરોસે બેસી રહેવાને બદલે સ્થાનિક સંસ્થાઓની મદદથી કોવિડ હોસ્પિટલ કોવિડ કેર સેન્ટર, આઈસોલેશન સેન્ટરો તૈયાર કરી ને કોવિડ ના દર્દીઓને શક્ય તેટલી મદદરૂપ થવાનો પ્રયાસ કરી રહ્યા છે
પરંતુ મહારાષ્ટ્ર રાજ્યની હદ સાથે સંકળાયેલા કુકરમુંડા. નિઝર-ઉચ્છલ સોનગઢ તાલુકાના ગામોમાં કેસોનું સંક્રમણનો વ્યાપ સૌથી વધુ જોવા મળે છે આ વિસ્તારના આદિવાસી ગરીબ લોકોની વેક્સિનેશનની ગેરસમજ અને સરકારી કોવિડ હોસ્પિટલો અને સેન્ટરોમાં ડોક્ટરો, વેન્ટિલેટર તેમજ આરોગ્ય લક્ષી કામગીરી માટે ના અનુભવી સ્ટાફ સહિતનાની સુવિધાને અભાવે દર્દીઓની હાલત ભારે કફોડી બની ગઈ છે સુરત જિલ્લાના ઓલપાડ, ચોર્યાસી,કામરેજ,પલસાણા સહિતના વિસ્તારમાં પણ કોરોના સંક્રમણનો વ્યાપ વધતા દર્દીઓની સંખ્યા પણ ખૂબ જ વધી રહી છે.
કોરોના સંક્રમણ આંક છુપાવવા ને બદલે દર્દીઓને બેડ, ઓક્સિજન અને સિલેન્ડર આપો : કોંગ્રેસ
આ દર્દીઓને હોસ્પિટલમાં બેડ મળતા નથી બેડ મળે તો વેન્ટિલેટર મળતું નથી અધૂરામાં પુરું રેડમેસિવીર ઇન્જેક્શન માટે દિવસ-રાત પરિવારજનોએ દોટ લગાવવી પડી રહી છે. ઇન્જેક્શન મળે છે તો પણ દર્દીના પરિવારજનોએ આ ઇંજેક્શન બ્લેકમાં ખરીદવાની નોબત આવે છે.
કોંગ્રેસ આગેવાન તુષાર ચૌધરી, ભીલાભાઈ ગામીત, દર્શન નાયક, સુનિલ ગામીતે જણાવ્યું હતું કે આ બંને જિલ્લાના દર્દીઓ રામભરોસે છે તાપી જિલ્લાના આદિવાસી લોકો પશુપાલન સાથે જોડાયેલા છે અને સુમુલ ડેરીને સૌથી વધુ દૂધનો જથ્થો પૂરો પાડે છે ત્યારે પશુપાલકોના હિતમાં નિઝર, ઉચ્છલ અને બાજીપુરાના બંધ શીત કેન્દ્રોને કોવિડ સેન્ટરમાં ફેરવવામાં આવે તેવી માંગ કરી હતી.
સુરત જિલ્લા પંચાયતના માજી સદસ્ય અને ખેડૂત આગેવાન દર્શન નાયકના જણાવ્યા મુજબ સુરત જિલ્લામાં માંડવી બારડોલી અને ઉમરાખ ખાતે માલીબા હોસ્પિટલ કોવીડ હોસ્પિટલ તરીકે કાર્યરત છે પરંતુ ત્યાં પણ કોરોના ગ્રસ્ત દર્દીઓની લાંબી લાઈન લાગી રહી છે આ હોસ્પિટલોમાં કોવિડ હોસ્પિટલમાંથી આજે પણ ઓક્સિજન ની અછત નડી રહી છે સુરત ગ્રામ્ય વિસ્તારના કોરોના ના દર્દીઓને ભગવાન ભરોસે છોડવાને બદલે વહીવટીતંત્ર દ્વારા હોસ્પિટલો સહિતના સેન્ટરોમાં સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સાથે બેડ ઓક્સિજન વેન્ટિલેટર તાકીદે મળી રહેવા જોઈએ તેમજ રેડમેસિયર ઇન્જેક્શનો પણ આ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને પુરતા પ્રમાણમાં ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500