દક્ષિણ ગુજરાતમાં મોટાભાગે શેરડીનાં પાક ઉપર ખેડૂતો નભે છે. ત્યારે દક્ષિણ ગુજરાત નાં ખેડૂતો ને સહકારી આગેવાનો અને સંચાલકો પર અને સરકાર પર આશા હોય છે.બીજી બાજુ ખાંડ નું બજાર નીચું જઈ રહેતા સુગર ફેકટરી ઓની સ્થિતિ નબળી પડી રહી છે. ત્યારે સરકારે ખાંડ એકસપોટૅની સબસીડી માં ઘટાડો કરી દેતા આ ઘટાડો પાછો ખેંચવા તથા ત્રણ વર્ષ ની બાકી સબસીડી ની ત્વરિત ચુકવણી કરવા અને સોફ્ટ લોન ચાલુ કરવા સહકારી આગેવાન સંદિપ માગરોલા આને દર્શન નાયકે વડાપ્રધાન ને પત્ર લખીને માંગ કરી છે.
વિગતો મુજબ ગુજરાતમાં ૬૫ હજાર લાખ ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવતી ૧૫ જેટલી સુગર ફેકટરી ઓ કાર્યરત છે.આ તમાંમ સુગર ફેકટરી ઓ સહકારી ક્ષેત્રની છે.૩. લાખ કરતાં પણ વધારે ખેડૂતો શેરડી ની વાવણી કરે છે.આ સુગર ફેકટરીઓ ૨ લાખ શ્રમિકો ને શેરડી પિલાણ દરમિયાન સીધી અથવા તો આડકતરી રીતે રોજગારી પૂરી પાડે છે.અને ૧૦ હજાર ટ્રેક્ટર. ટ્રક અને બળદગાડા નાં માલિકો નિર્ભર છે.
ખાંડ ઉદ્યોગ ના અગ્રણીઓ સાયણ સુગર ફેકટરી ના ડિરેક્ટર દર્શન નાયક અને વખારિયા સુગર ના માજી ચેરમેન સંદિપ માગરોલાએ જણાવ્યું કે ખાંડ ને ફરજીયાત પણે એકસપોટૅ કરવામાં આવે છે.જેના કારણે શેરડીનો ભાવ ઓછો મળે છે.આ સંજોગોમાં ગત્ વર્ષની ની સરખામણી માં ઓછાં ભાવો નો ફેર પડતા ખેડૂતો ને કરોડો રૂપિયાનું નુકસાન જતાં મુશ્કેલી માં મુકાયેલા છે.સરકાર દ્વારા અગાઉ ૧૪૪૦ સબસીડી આપવામાં આવતી હતી.તેમા ક્રમશઃ ઘટાડો કરી નેં ૬૦૦ કરવામાં આવી હતી હવે નવા પરિપત્ર મુજબ ૪૦૦ કરી દેવામાં આવી છે.
એક તરફ ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે બીજી તરફ સરકારે ખાંડ નિકાસ ની સબસીડી આપવાનો નિર્ણય કર્યો હતો. જે નિર્ણય સરકાર દ્વારા ખાંડ મિલો શેરડી પકવતા ખેડૂતોને બાકી લેણાંની ચૂકવણી કરી શકે તે હેતુથી લેવામાં આવ્યો હતો માટે જાહેર કરેલી સબસીડી ત્રણ વર્ષની અંદાજિત ૧૫૦ કરોડ રૂપિયા ચૂકવવામાં આવી નથી જે ત્વરિત ચૂકવી આપવામાં આવે તો ખાંડ ઉદ્યોગ અને ખેડૂતો બન્ને ને ફાયદો થાય તેમ છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યા મુજબ ગત વર્ષે શેરડી ના ભાવો ૨૯૩૧ થી લઈને ૨૧૦૫ રૂપિયા પડેલ છે. જેના કારણે ખેડૂતોને રૂપિયા 200 થી 300 સુધીની રકમ ઓછી મળી હતી જેની સામે સરકાર દ્વારા ખાતર ડીઝલ મજુરી તેમજ લેબરની ચૂકવવામાં આવતી રકમ ઓ વધુ પડતી હોવાને કારણે ઉત્પાદન ખર્ચ વધુ આવે છે તેમજ હાલમાં કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાને લીધે ખેડૂતોની ઊભેલી શેરડી માં ભારે નુકસાન થયું છે જેથી ઉપરના સંજોગોને ધ્યાનમાં લેતા આવનારા વર્ષોમાં ખાંડના ભાવ ને પણ સીધી અસર થનાર છે આ ઉપરાંત ખાંડ નું બજાર બેઝિક ભાવ પૈકી મીડીયમ ખાંડના રૂ.૩૧૭૧. સ્મોલ ખાંડ ના રૂ.૩૧૦૧ અને એક્સપોર્ટ માં રો સુગર રૂ.૨૫૦૦ થી ૨૬૦૦ ને વ્હાઈટ સુગર ખાંડના રૂપિયા ૨૭૦૦ થી ૨૮૦૦ છે.
આ ઉપરાંત તમામ માં સહકારી સુગર ફેક્ટરીઓ મળીને અંદાજિત કુલ ૧૮ લાખ ક્વિન્ટલ સુગર એકસપોર્ટ કરવામાં આવે છે જેનો ભાવ ક્વિન્ટલે સબસીડી રૂપિયા ૨૫૦૦ સાથે ૬૦૦ મળીને ૩૧૦૦ માં વેચાણ થાય છે. જ્યારે નવા પરિપત્ર મુજબ સબસિડીમાં ઘટાડો થતાં ક્વિન્ટલે સબસીડી સાથે મળી રૂપિયા ૨૯૦૦ માં વેચાણ કરવાની ફરજ પડે છે જ્યારે બીજી બાજુ ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થયેલો છે અને ખાંડના ભાવમાં સરકારની નીતિઓને કારણે ખેડૂતોને વધુ માર પડતો આવેલો છે ખાંડ બજાર કિંમત ફ્રી સેલમાં રૂપિયા ૩૧૦૦ થી ૩૧૧૧ સુધીના ભાવની હોવા છતાં તેનું વેચાણ થતું નથી ખાંડ ના એક્સપોર્ટને ફ્રી સેલ આ બંને વેચાણ નીતિના કારણે સુગર ફેક્ટરીઓને વ્યાજ નું પણ મોટા પ્રમાણમાં ભારણ ભોગવવામાં આવે છે જેના અનુસંધાનમાં છેલ્લા ત્રણ વર્ષથી વગર વ્યાજની સોફ્ટ લોન ની નિતી બંધ છે.તે ચાલુ કરવામાં આવે જેથી સહકારી સુગર ફેક્ટરીને લિકવીડિટી નો પ્રશ્ન ના રહે અને ખેડૂતોને સમયસર પાકનું વળતર મળી રહે એ અંગેની માંગ સહકારી આગેવાનો દર્શન નાયક અને સંદીપ માંગરોલા દ્વારા વડાપ્રધાન પાસે પત્ર લખીને કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationઅંકલેશ્વરનાં નવાગામ કરારવેલ ગામે જુગાર રમતા ચાર પકડાયા
April 18, 2025દેડિયાપાડાનાં એક ગામે પરણિતાની હત્યા થતાં ચકચાર મચી
April 18, 2025સાગબારાનાં ગોટપાડા ગામે નજીવી બાબતે ચપ્પુ વડે હુમલો
April 18, 2025રાજપારડી મેઈન બજાર નજીક ટ્રકની ટક્કરે બાળકનું મોત નિપજ્યું
April 18, 2025