Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હીની ટિમને બીસીસીઆઈનો ઝટકો, દિલ્હી કેપિટલ્સને લાખ્ખો રૂપિયાનો દંડ ફટકારાયો

  • April 05, 2024 

ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સને ગઈકાલ બુધવાર, 3 એપ્રિલની રાત્રે બેવડો ફટકો પડ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાંદિલ્હી કેપિટલ્સ 106 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે બીસીસીઆઈએ દિલ્હી કેપિટલ્સ પર લાખો રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. આ વખતે બીસીસીઆઈએ આ દંડ દિલ્હી કેપિટલ્સના માત્ર કેપ્ટન પર જ નહીં પરંતુ સમગ્ર ટીમ પર લગાવ્યો છે. દિલ્હી કેપિટલ્સ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થઈ છે. આઈપીએલ 2024માં દિલ્હીની ટીમ દ્વારા, ધીમા ઓવર રેટ અંગે બીજી વખત આ ભૂલ કરી છે, જેના કારણે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન સહિત સમગ્ર ટીમ પર આકરો દંડ લગાવવામાં આવ્યો છે. તો બીજી બાજૂ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત ઉપર એક મેચના પ્રતિબંધનો ખતરો પણ તોળાઈ રહ્યો છે.


આઈપીએલની પ્રેસ રિલીઝ મુજબ, “દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને 3 એપ્રિલે વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની મેચ દરમિયાન “ધીમો ઓવર રેટ રાખવા બદલ દંડ લાદવામાં આવ્યો છે.” ઋષભ પંતને રૂ. 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ઇમ્પેક્ટ પ્લેયર અભિષેક પોરેલ સહિત દિલ્હી કેપિટલ્સ ઇલેવનના અન્ય સભ્યોને રૂ. 6 લાખ અથવા તેમની મેચ ફીના 25 ટકા, બેમાંથી જે ઓછું હોય તેટલી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.  અખબારી યાદીમાં આગળ જણાવાયું છે કે, “આઇપીએલની આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર રેટના નિયમને લગતો દિલ્હી કેપિટલ્સની ટીમનો વર્તમાન સીઝનનો આ બીજો ગુનો હોવાથી, કેપ્ટન ઋષભ પંતને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.


જ્યારે દિલ્હી કેપિટલ્સ ટિમના બાકીના પ્લેઇંગ ઇલેવન, જેમાં ઈમ્પેક્ટ પ્લેયર સહીતના સભ્યોને વ્યક્તિગત રીતે રૂ. 6 લાખ અથવા તેમની સંબંધિત મેચ ફીના 25 ટકા જે ઓછું હોય એટલી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.” અત્રે ઉલ્લેખનીય છે કે, જો દિલ્હી કેપિટલ્સ ટીમ આ સિઝનમાં ત્રીજી વખત સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થાય છે, તો ટિમના કેપ્ટન પર એક મેચ માટે પ્રતિબંધ પણ લાગી શકે છે. આઈપીએલના નિયમો અનુસાર, જો ટીમ ત્રીજી વખત સ્લો ઓવરરેટની ભૂલનું પુનરાવર્તન કરે છે, તો કેપ્ટન પર 30 લાખ રૂપિયાના દંડ સાથે એક મેચ માટે પ્રતિબંધ લાગી શકે છે, આની સાથોસાથ, ઈમ્પેક્ટ પ્લેયર સહિતના ટીમના બાકીના ખેલાડીઓને 12-12 લાખની પેનલ્ટી લગાવવામાં આવી શકે છે. આ નિયમ મુજબ રૂપિયા 12 લાખનો દંડ અથવા તેમની મેચ ફીના 50 ટકા રકમ એ બેમાંથી જે ઓછુ હોય તેટલી રકમનો દંડ લાદવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application