Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હી સરકારે ઓટો અને ટેક્સીનાં ભાડામાં વધારો કર્યો

  • January 12, 2023 

દિલ્હી સરકારે દિલ્હીનાં લોકો માટે ઓટો અને ટેક્સીનાં ભાડામાં વધારો કર્યો છે. જેની સીધી અસર ઓટો અને ટેક્સીનો ઉપયોગ કરતા લોકોનાં ખિસ્સા પર પડશે. નવા ભાડા તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયા છે. નોટિફિકેશન મુજબ પહેલા દોઢ કિલોમીટર પછી ઓટો મીટર 25 રૂપિયાને બદલે 30 રૂપિયાએ ડાઉન થઈ જશે અને ત્યારબાદ ભાડું 9.5 રૂપિયા પ્રતિ કિલોમીટરને બદલે 11 રૂપિયા થઈ જશે. જોકે 40 રૂપિયાનાં ન્યૂનતમ ભાડા બાદ હવે મુસાફરોએ નોન-એસી ટેક્સી માટે 17 રૂપિયા પ્રતિ કિલોમીટર ચૂકવવા પડશે.




અગાઉ આ ભાડુ 14 રૂપિયા પ્રતિ કિલોમીટર હતુ. જ્યારે એસી ટેક્સીનું ભાડું 16 રૂપિયા પ્રતિ કિલોમીટરથી વધારીને 20 રૂપિયા પ્રતિ કિલોમીટર કરવામાં આવ્યું છે. દિલ્હીનાં પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે ટ્વીટ કરીને આ નિર્ણયની જાણકારી આપતા કહ્યું છે કે, CNGની સતત વધી રહેલી કિંમતોને ધ્યાનમાં રાખીને, ઓટો અને ટેક્સી ડ્રાઈવરોની વિનંતી પર, ભાડામાં સુધારો કરવા માટે દિલ્હી સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિની મંજૂરીને લાગુ કરી રહી છે. જેથી આજે સુધારેલ ટેક્સી અને ઓટોના ભાડા જાહેર કરવામાં આવ્યા છે. તેનાથી ઓટો અને ટેક્સી ચાલકોને રાહત મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application