Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હીના પિતા-પુત્રએ રૂપિયા ૧૩.૯૨ લાખનો લહેંગા-સાડીનો માલ ખરીદી કરી ઠગાઈ કરી

  • September 29, 2021 

સલાબતપુરા સોમેશ્વર માર્કેટની નજીક દુકાન ધરાવતા વેપારી પાસેથી દિલ્હીના અપસરા સાડીઝના માલીક જિંદલ પિતા-પુત્રેએ રૂપિયા ૧૩.૯૨ લાખનો લહેંગા-સાડીનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરી હતી.

 

 

 

 

સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ વેસુ ઓફેરા બિલ્ડીંગ સી-૧૦૦૬ માં રહેતા કમલભાઇ નરેદ્રકુમાર (ઉ.વ.૨૪) સલાબતપુરા સોમેશ્વર માર્કેટની ગલીમાં ખાટુશ્રી ટાવરમાં લહેંગા સાડીનો વેપાર કરે છે. નવી દિલ્હીના નોર્થ દિલ્હી નઇ સડક માલીવારા છીપયાન ખાતે અપ્સરા સાડીના નામે વેપાર કરતા પિતા-પુત્ર ગોબીંદરામ જીંદલ-સંદીપકુમારે ૧૩ સપ્ટેમ્બરથી ૨૯ નવેમ્બર ૨૦૧૯ દરમિયાન કમલભાઇ પાસેથી રૂ.૧૩,૯૧,૯૫૦ નો લહેંગા સાડીનો માલ મંગાવી બાદમાં ઉઘરાણી કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પોતાની દુકાન તથા ફોન બંધ કરી ઉઠમણુ કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે કમલભાઇએ ગતરોજ પિતા-પુત્ર વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application