દેશની રાજધાની દિલ્હી માં મેટ્રો સ્ટેશન અને ટ્રેનની અંદર આમ આદમી પાર્ટીના નેતા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપતા મેસેજ લખનાર યુવકની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. ધમકીભર્યા મેસેજ લખતાઆરોપીનાસીસીટીવીફૂટેજના આધારે પોલીસ ને આરોપીની ખબર પડી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીનું નામ અંકિત ગોયલ (32) છે અને તે બરેલીનો રહેવાસી છે. તે પોતાના ઘરની નોંધણી કરાવવા માટે બરેલીથી ગ્રેટર નોઈડા આવ્યો હતો. 19 મેના રોજ પટેલ નગર અને રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર અને ટ્રેનના કોચમાં કેજરીવાલ વિરુદ્ધ અંગ્રેજીમાં ધમકીભર્યા મેસેજ લખવામાં આવ્યા હતા.
આમ આદમી પાર્ટીએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ભાજપ અને પીએમઓ પર કેજરીવાલની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હી પોલીસની મેટ્રો યુનિટે આ મામલે એફઆઈઆર નોંધી હતી અને મામલાની તપાસ કરી રહી હતી. ધમકીભર્યા મેસેજ લખનાર આરોપીની ઓળખ સીસીટીવી ફૂટેજ દ્વારા કરવામાં આવી હતી.પોલીસે પટેલ નગર, રમેશ નગર અને રાજીવ ચોક મેટ્રો સ્ટેશનોમાંથી સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને તપાસ બાદ તે વ્યક્તિની ઓળખ થઈ હતી. આ સિવાય મેટ્રો ટ્રેનની અંદર અને કેજરીવાલનેટાર્ગેટ કરતા સ્ટેશનો પર લખેલા અનેક મેસેજની તસવીરો સોશિયલ મીડિયામાં પણ શેર કરવામાં આવી હતી.
મેટ્રોકોચની અંદર એક ધમકીભર્યો મેસેજ લખવામાં આવ્યો હતો કે, ‘કેજરીવાલ મહેરબાની કરીને દિલ્હી છોડી દો નહીંતર ચૂંટણી પહેલા તમે પોતાને આપેલા ત્રણ થપ્પડ યાદ આવશે. આ વખતે ખરી થપ્પડ જલ્દી આવશે. આરોપી અંકિત દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયો હતો અને દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરતી વખતે તેણે કેજરીવાલનેધમકીભર્યા મેસેજ લખ્યા હતા. તે ઉચ્ચ શિક્ષિત છે અને એક જાણીતી બેંકમાં નોકરી કરે છે. તેઓ કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીની માનસિક સ્થિતિ સારી ન હોવાનું જણાય છે, જો કે મેડિકલ તપાસ બાદ જ આ વાતની પુષ્ટિ થઈ શકશે.
પોલીસને શંકા છે કે અંકિત ગોયલે પ્રસિદ્ધિ મેળવવા માટે મેટ્રો સ્ટેશનો અને ટ્રેનોની અંદર અરવિંદ કેજરીવાલ માટે ધમકીભર્યાસંદેશા લખ્યા હતા અને તેમની તસવીરો તેમના સોશિયલમીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી, પરંતુ સાચું કારણ આરોપીની પૂછપરછ પછી જ જાણી શકાશે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મંત્રી આતિશીએ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સનેસંબોધતા કહ્યું હતું કે, ભાજપને લોકસભા ચૂંટણીમાં પોતાની હારનો અહેસાસ થઈ ગયો છે, તેથી તે પાર્ટી સુપ્રીમોને નિશાન બનાવવા માટે અલગ-અલગ ષડયંત્ર રચી રહી છે.
આતિશીએ કહ્યું હતું કે, ‘ભાજપે 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી અને પછી જ્યારે તેઓ તિહાર જેલમાં બંધ હતા, ત્યારે તેઓએ 15 દિવસ માટે તેમનું ઇન્સ્યુલિન બંધ કરી દીધું હતું. અમારે કોર્ટનો સંપર્ક કરવો પડ્યો. તે બહાર આવ્યા પછી, તેઓએ તેને નિશાન બનાવવા માટે સ્વાતિ માલીવાલનો ઉપયોગ કર્યો, પરંતુ તે કાવતરું પણ સફળ થયું નહીં કારણ કે વિડિયોએ જાહેર કર્યું કે હુમલાના આરોપો ખોટા છે. હવે તેનો જીવ જોખમમાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500