Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હી હાઈકોર્ટે એરલાઈન્સ કંપની સ્પાઈસ જેટને દંડ ફટકાર્યો, આ દંડ તારીખ 3 સુધી ચુકવવાની રહેશે

  • December 20, 2023 

2 કંપનીઓ પાસેથી વિમાનનું એન્જીન ભાડે લીધા બાદ બાકી ચૂકવણી ન કરવાના મામલે દિલ્હી હાઈકોર્ટે એરલાઈન્સ કંપની સ્પાઈસ જેટને દંડ ફટકાર્યો છે. કોર્ટે તેને લગભગ 4,50,000 ડૉલર (લગભગ 3.7 કરોડ રૂપિયા)ની બાકી ચુકવણી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પાઈસ જેટને તારીખ 3 જાન્યુઆરી સુધીમાં આ રકમ ચુકવી દેવા કહ્યું છે. ઉપરાંત કોર્ટે એરલાઈન્સ કંપનીને એવો પણ આદેશ આપ્યો છે કે, તે એન્જીનો પરત આપવાની યોજના બતાવી એફિડેવિટ દાખલ કરે. આ મામલે આગામા સુનાવણી તારીખ 4 જાન્યુઆરીએ હાથ ધરાશે.



સ્પાઈસ જેટને લીઝ પર વિમાન એન્જીન આપનારી 2 કંપનીઓ-‘ટીમ ફ્રાન્સ 01 એસએએસ અને સનબર્ગ ફ્રાન્સ 02 એસએએસ’એ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં સ્પાઈસજેટે છેલ્લા 2 વર્ષથી વધુ સમય સુધી બંને કંપનીઓએ 1.29 કરોડ ડોલરની રકમની ચૂકવણી ન કરી ન હોવાના આક્ષેપ લગાવાયો છે. બંને કંપનીઓએ એવો પણ આક્ષેપ લગાવ્યો કે, સ્પાઈસ જેટ લીઝનો સમયગાળો સમાપ્ત થયો હોવા છતાં તેના ત્રણેય એન્જીનોનો ઉપયોગ કરી રહી છે. કેસની સુનાવણી કરનારાના જજ રેખા પલ્લીએ ટિપ્પણીમાં જણાવ્યું કે, સ્પાઈસ જેટે એન્જીન કંપનીઓને નાણાં ચૂકવવા યોજના બનાવવી જોઈએ.



તો એરલાઈસ તરફથી હાજર રહેલા વકીલ સંદીપ સેઠીએ કોર્ટમાં જણાવ્યું કે, એરલાઈન્સે જાન્યુઆરીના મધ્ય સુધીમાં ફંડ મળવાની આશા વ્યક્ત કરી છે અને તે એન્જીન કંપનીઓની બાકી ચૂકવણી કરવામાં સક્ષમ બનશે. તેમણે કોર્ટને વધુમાં જણાવ્યું કે, કંપની મહિનાન છેલ્લી તારીખ સુધીમાં 2 લાખ ડૉલર ચુકવવા તૈયાર હતી, જોકે તેમણે ત્રણે એન્જીનનો પોતાની પાસે રાખવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિ છે કે, એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટની વિમાની સેવાઓ 3 મહિનાથી બંધ કરી દીધી છે, તો બીજીતરફ તાજેતરમાં સ્પાઈસજેટે નાદાર થયેલી ગોફર્સ્ટને હસ્તગત કરવાનો રસ દાખવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application