દિલ્હી હાઈકોર્ટે ભારત-પે’ના કો-ફાઉન્ડર અને ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અશનીર ગ્રોવર પર 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આ દંડ ભારત પે વિશે અયોગ્ય પોસ્ટ શેર કરવા બદલ લગાવ્યો છે. આ પહેલા અશનીર ગ્રોવરે કોર્ટને ખાતરી આપી હતી કે તે ફરી આવું નહીં કરે. આ પહેલીવાર નથી કે જ્યારે અશનીર ગ્રોવરે ભારત પે વિરુદ્ધ કંઈક કહ્યું હોય. 81 કરોડની છેતરપિંડીના આરોપમાં ભારત પે’માંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ અશનીર ગ્રોવરે કંપની વિરુદ્ધ ઘણી વખત પોસ્ટ કરી હતી BharatPe એ અશનીર ગ્રોવરને કંપની વિરુદ્ધ પોસ્ટ કરવાથી રોકવા માટે કોર્ટમાં અરજી કરી હતી.
અશનીર ગ્રોવરે તેની પોસ્ટ માટે કોર્ટમાં માફી માંગી અને ભવિષ્યમાં આવી પોસ્ટ શેર ન કરવા બાંયધરી આપી હતી. દરમિયાન ગઈ તા.24 નવેમ્બરના રોજ ફિનટેક ફર્મ ભારત પે’ની પેરેન્ટ કંપની, રેસિલેન્ટ ઈનોવેશન એ દિલ્હી હાઈકોર્ટમાં એક નવો કેસ દાખલ કર્યો હતો. જેમાં આરોપ લગાવ્યો હતો કે અશનીર ગ્રોવરે કંપની વિશેની ગુપ્ત માહિતી જાહેર કરી છે. કંપનીએ અશનીર ગ્રોવર સામે પોસ્ટ શેર ન કરવાની માંગ કરી હતી. અશનીરે ગયા અઠવાડિયે આ પોસ્ટ કરી હતી. તેમની પોસ્ટમાં, અશનીર ગ્રોવરે કંપનીના સિરીઝ E ફંડિંગ રાઉન્ડમાં સમાવિષ્ટ ઇક્વિટી અને ગૌણ ઘટકોના વિતરણ વિશે માહિતી આપી હતી.
એશનીર ગ્રોવરે શું પોસ્ટ કર્યું હતું???
અશનીર ગ્રોવરે ટ્વીટ કર્યું કે, ટાઈગર ગ્લોબલની આગેવાની હેઠળના ફંડિંગ રાઉન્ડમાં અને ડ્રેગનર ઈન્વેસ્ટર ગ્રુપ અને અન્યોની ભાગીદારીથી $370 મિલિયન એકત્ર થયા અને પરિણામે ભારત પેનું મૂલ્ય $2.86 બિલિયન થયું. જોકે બાદમાં અશનીર ગ્રોવરે આ ટ્વીટ હટાવી દીધી હતી. કંપનીનો આરોપ છે કે, અશનીર ગ્રોવરની આ પોસ્ટ કંપની વિશેની ગુપ્ત માહિતી જાહેર કરી રહી છે, જેના માટે કોર્ટે અશનીર ગ્રોવર પર દંડ ફટકાર્યો છે.
EOW છેતરપિંડીના કેસની તપાસ કરી રહી છે...
જણાવી દઈએ કે અશનીર ગ્રોવર કથિત છેતરપિંડીના કેસમાં પૂછપરછ માટે દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) સમક્ષ હાજર થયો હતો. EOW આઠ માનવ સંસાધન (HR) કન્સલ્ટન્સી ફર્મ્સ અને ગ્રોવરની પત્ની માધુરી જૈનના સંબંધીઓ વચ્ચેની લિંક્સ અને નાણાંની લેવડદેવડની તપાસ કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500