દિલ્હી હાઈકોર્ટે પતિ-પત્ની વચ્ચેના સંબંધોને લઈને એક ચુકાદામાં મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. પતિએ તેની પત્નીથી એમ કહેતા છુટાછેડાની માંગ કરી હતી કે, તેની પત્ની તેને ઘર જમાઈ બનાવી રાખવા માગે છે અને તેની સાથે શારીરિક સંબંધો બાંધવા પણ તૈયાર નથી. એટલે કોર્ટે કહ્યું કે પતિ કે, પત્ની દ્વારા તેના સાથીને સંબંધ બાંધવાની ના પાડવી એ માનસિક ક્રૂરતા ગણાય. જોકે કોર્ટે આ મામલે આગળ કહ્યું કે જીવનસાથીને શારીરિક સંબંધની ના પાડી દેવી એ માનસિક ક્રૂરતા તો છે જ પણ એ ક્રૂરતા ત્યારે ગણાશે.
જ્યારે એક સાથીએ લાંબા સમય સુધી જાણી જોઈને આવું કર્યું હોય. આ મામલે એવું નથી એટલા માટે કોર્ટે પતિની તરફેણમાં આવેલા નીચલી કોર્ટના ચુકાદાને રદ કરી દીધો જેમાં બંનેના છુટાછેડાને મંજૂરી આપવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે, આ ખૂબ જ સંવેદનશીલ કેસ છે. કોર્ટે આવા કેસ પર સુનાવણી વખતે સાવચેત રહેવાની જરૂર છે. વિવાહિત જોડા વચ્ચે સામાન્ય મતભેદ અને વિશ્વાસના અભાવને માનસિક ક્રૂરતા ન કહી શકાય. પતિએ પત્ની દ્વારા માનસિક ક્રૂરતાને લીધે તલાકની માંગ કરી આરોપ મૂક્યો કે તેને સાસરિયામાં તેની સાથે રહેવામાં કોઈ રસ નથી અને તે ઈચ્છતી હતી કે તેનો પતિ તેની સાથે ઘર જમાઈ બનીને રહે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application