દિલ્હી હાઈકોર્ટે 19 વર્ષથી પ્રમોશન ન કરાયેલ 500થી વધુ CISF નિરીક્ષકોની અરજીઓનો જવાબ ન આપવા બદલ કેન્દ્રીય ગૃહ, કર્મચારી મંત્રાલયો અને અન્ય પર 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પાંચ વર્ષમાં પ્રમોશનની જોગવાઈ હોવા છતાં છેલ્લા 19 વર્ષમાં આ CISF ઈન્સ્પેક્ટરોને પ્રમોશન આપવામાં આવ્યું નથી. જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને જસ્ટિસ નીના બંસલ ક્રિષ્નાની બેન્ચે 21 ડિસેમ્બરનાં રોજ આદેશ પસાર કર્યો હતો, જેમાં સંબંધિત લોકોને 10,000 રૂપિયાનો દંડ દિલ્હી હાઈકોર્ટ કાનૂની સેવા સમિતિમાં જમા કરાવવા પર તેમનો જવાબ દાખલ કરવા માટે ચાર અઠવાડિયાનો વધારાનો સમય આપ્યો હતો. આ મામલે પ્રતિવાદીઓમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ CISF કામ કરે છે, CISF ડાયરેક્ટર જનરલ, UPSCનાં અધ્યક્ષ અને કર્મચારી મંત્રાલયોનો પણ સમાવેશ થાય છે.
હાઈકોર્ટે હવે આ મામલે 3 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે. CISFનાં 540 કરતા વધારે નિરીક્ષકોએ આ વર્ષની શરૂઆતમાં કોર્ટ સમક્ષ રિટ પિટિશન દાખલ કરી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે 34 વર્ષથી વધુની સેવામાં તેમને માત્ર એક જ પ્રમોશન મળ્યું છે. તેઓ આરોપ લગાવે છે કે, હવે તેમની પાસે ભવિષ્યમાં આસિસ્ટન્ટ કમાન્ડેન્ટના રેન્ક પર પ્રમોશનની કોઈ સંભાવના નથી. 1987 અને 2005માં ભરતી થયેલા નિરીક્ષકોને પોતાની વ્યવસ્થા સમજાવવા માટે કોર્ટ સમક્ષ સંબંધિત આંકડા રજૂ કર્યા હતા. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 1987માં CISFમાં ડાયરેક્ટ સબ-ઈન્સ્પેક્ટર તરીકે જોડાનાર સિનિયર-મોસ્ટ ઈન્સ્પેક્ટર 28 વર્ષમાં માત્ર એક જ પ્રમોશન મેળવી શક્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500