દિલ્હી હાઈકોર્ટે 33 અઠવાડિયાની ગર્ભવતી મહિલાની અરજી પર મોટો નિર્ણય સંભળાવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે 33 અઠવાડિયા એટલે કે 8 મહિનાથી વધુ ઉંમરની 26 વર્ષની પરિણીત મહિલાની પ્રેગ્નન્સીને સમાપ્ત કરવાની મંજૂરી આપી છે. કોર્ટે ડોક્ટરોની સલાહનાં આધારે આ મંજૂરી આપી છે. આ દરમિયાન કોર્ટે કહ્યું કે, આ મામલે માતાનો નિર્ણય સર્વોપરી રહેશે. દિલ્હી હાઈકોર્ટનાં આદેશ બાદ લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલનાં ડોક્ટરોની કમિટીએ કહ્યું હતું કે ભ્રૂણ કાઢી નાખવું યોગ્ય નથી, ત્યારબાદ હાઈકોર્ટે કેટલાક ડોક્ટરો સાથે વાત કરીને ભ્રૂણને કાઢી નાખવાનો આદેશ આપ્યો હતો. હકીકતમાં, અરજદાર મહિલાએ તેના 33 અઠવાડિયાનાં ગર્ભને દૂર કરવાની પરવાનગી માંગી હતી.
જયારે અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ગર્ભધારણ થયા બાદથી અરજદારે અનેક અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યા હતા. તા.12 નવેમ્બરે અલ્ટ્રાસાઉન્ડ તપાસમાં બહાર આવ્યું કે મહિલાના ગર્ભાશયમાં રહેલા ગર્ભમાં મગજની ખામી છે. અરજદાર મહિલાએ અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટની પુષ્ટિ કરવા માટે તા.14 નવેમ્બરનાં રોજ એક ખાનગી અલ્ટ્રાસાઉન્ડમાં પોતાની જાતની તપાસ કરાવી હતી. તેમાં પણ ગર્ભમાં મગજની ખામી જોવા મળી હતી. અરજદાર માટે હાજર રહેલા વકીલે બોમ્બે હાઈકોર્ટ અને કલકત્તા હાઈકોર્ટના ચુકાદાને ટાંક્યો કે MTP એક્ટની કલમ 3(2)(b) અને 3(2)(d) હેઠળ ભ્રૂણને દૂર કરવાની પરવાનગી આપી શકાય છે.
જોકે હાઈકોર્ટે 26 વર્ષીય મહિલાની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આમાં, મહિલાએ ગર્ભમાં કેટલીક ન્યુરોલોજિકલ અસાધારણતા (વિકૃતિઓ) ને કારણે તેની 33 અઠવાડિયાની ગર્ભાવસ્થાને ગર્ભપાત કરવાની મંજૂરી માંગી હતી. આ દરમિયાન જસ્ટિસ પ્રતિભા એમ સિંહે કહ્યું હતું કે, 'આમાં એક નૈતિક ચિંતા છે, જેના પર કોર્ટ વિચારી રહી છે અને તે ટેક્નોલોજી સાથે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500