દિલ્હી હાઈકોર્ટે દુષ્કર્મના એક કેસની સુનાવણીમાં કહ્યું કે, જો બે પુખ્ત ઉંમરનાઓ પોતાની સહમતિથી શારીરિક સંબંધ બાંધે તો તેમણે ખોટું કામ કર્યું હોવાનું ન કહી શકાય. ન્યાયાધીશ અમિત મહાજને કહ્યું કે, જાતીય અપરાધ સાથે સંકળાયેલા ખોટા કેસ આરોપીની છબી ખરાબ કરે છે. આ કેસમાં કોર્ટે પુરુષને જામીન આપી દીધા છે. લાઈવ લૉના અહેવાલો મુજબ ન્યાયાધીશે કહ્યું કે, સમાજના માપદંડો નિર્ધારીત કરે છે કે, આદર્શ રીતે લગ્ન થયા બાદ જ શારીરિક સંબંધો થવા જોઈએ.
જોબે પુખ્ત વ્યક્તિઓએ લગ્ન કર્યા નથી અને તેમણી વચ્ચે સહમતિથી શારીરિક સંબંધ બંધાયા હોય તો તેમણે ખોટું કામ કર્યું હોવાનું ન કહી શકાય. કોર્ટે કહ્યું કે, આવા ખોટા કેસોથી આરોપીની છબી ખરડાય છે અને વાસ્તવિક કેસ પરથી વિશ્વાસ પણ ઉઠી જાય છે. વાસ્તવમાં એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, પુરુષે તેણી સાથે બળજબરીથી ઘણીવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા અને લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું. તેણીને પછીથી ખબર પડી કે, આરોપીના લગ્ન થયેલા છે અને તેને બે બાળકો પણ છે.
મહિલાએ દાવો કર્યો કે, પુરુષ તેની પાસેથી ગિફ્ટ માંગતો હતો અને મહિલાએ તેને કથિત રીતે 1.50 લાખ રોકડ પણ આપ્યા છે. કોર્ટે કહ્યું કે, ઘટના બની ત્યારે મહિલા સગીર હતી. જમાનત વખતે એ મુદ્દો ના લાવી શકાય કે, લગ્નનું વચન આપ્યું હોવાથી સંમતિ પર અસર થઈ હતી. આ મુદ્દો તપાસનો વિષય છે. ફરિયાદ નોંધાવ્યા પડેલા પીડિતા થોડા દિવસો સુધી પુરુષ સાથે મુલાકાત કરતી હતી. યુવકના લગ્ન થઈ ગયા હોવાની જાણ થવા છતાં પીડિતાએ સંબંધો જાળવી રાખવા માંગતી હતી. કોર્ટે કહ્યું કે, જામીન પર વિચાર કરતી વખતે નિર્ણય કરવો કોર્ટ માટે સંભવ પણ નથી અને યોગ્ય પણ નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500