Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હીના સીએમ કોરોના પોઝિટિવ, ઘરમા જ થયા આઈસોલેટ

  • January 04, 2022 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોરોના સંક્રમિત થયા છે જેની જાણકારી તેમણે પોતે જ ટ્વિટ કરીને આપી છે. તેમણે જણાવ્યું કે, હું કોરોના સંક્રમિત થઈ ગયો છું. સંક્રમણના લક્ષણો હળવા છે જેને ધ્યાનમાં રાખીને ઘરમાં જ આઈસોલેટ થયો છું. જે લોકો છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા છે તેઓ કૃપા કરી પોતાને આઈસોલેટ કરો અને સાથે કોરોના ટેસ્ટ પણ કરાવો.કોરોનાના વધતા કેસોની વચ્ચે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની આજે બેઠક થશે જેમા કોરોનાની હાલની સ્થિતિની સમીક્ષાની સાથે તેનો સામનો કરવા માટે આગળની કાર્યયોજના તૈયાર થશે. અધિકારીઓનું કહેવું છે કે, આ સમયે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ધોરણ પર હાલ દિલ્હી રેડ ઝોનમાં પહોંચી ગઈ છે. નિયમિત લોકડાઉનની સ્થિતિ છે. જોકે, હજુ વધારે કેસો ગંભીર નથી. હોસ્પિટલોમાં પણ હજુ બેડ ખાલી છે. આ બધા વિશે ચર્ચા કરવા અને ભાવિ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી ગ્રૈપની સખ્તી વધારવી કે યલો એલર્ટ ચાલુ રાખવું તે અંગે નિર્ણય લેવામાં આવશે.કોરોના સંક્રમણને લઈને એક વાર ફરીથી દિલ્હીની હોસ્પિટલ્સ હોટ સ્પોટ બનવા લાગી છે. છેલ્લા કેટલાક દિવસોમાં જ એક બાદ એક 5 મોટી હોસ્પિટલ્સમાં કેટલાય ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મીઓ કોરોનાની લપેટમાં આવી ચુક્યા છે. સોમવારે મળેલી માહિતી અનુસાર, સફદરજંગ હોસ્પિટલમાં 23, લેડી હાર્ડિંજ મેડિકલ કોલેજમાં 15, આરએમએલમાં 11, AIIMS ટ્રોમા સેન્ટરમાં 6 અને મૌલાના આઝાદ મેડિકલ કોલેજના 4 રેસિડેન્ટ ડોક્ટરો કોરોના સંક્રમણની લપેટમાં આવી ચુક્યા છે. આ પાંચ સહિત દિલ્હીમાં લગભગ 59 ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે અને આ હોસ્પિટલ્સમાં 80થી વધુ આરોગ્ય કર્મચારીઓના રિપોર્ટ આવવાના બાકી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application