એક તાજેતરના રિપોર્ટમાં દિલ્હીને દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર ગણાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, પ્રદૂષણનું આ સ્તર યથાવત રહ્યું તો દિલ્હીવાસીઓની 11.9 વર્ષ ઘટી જશે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે G-20 સંમેલન માટે ચમકતી દિલ્હી માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે ક્રેડિટની જંગ ચાલી રહી છે. હવે સવાલ એ છે કે, પ્રદૂષણના આટલા ખતરનાક સ્તર માટે પણ કોઈ જવાબદારી લેશે? યુનિવર્સિટી ઓફ શિકાગોમાં એનર્જી પોલીસી ઈન્સ્ટીટ્યૂટ દ્વારા જારી એર ક્વોલિટી લાઈફ ઈન્ડેક્સે આ રિપોર્ટ જાહેર કર્યો છે.
આ રિપોર્ટ પ્રમાણે ભારતમાં 130 કરોડ લોકો એવા સ્થળ પર રહે છે જ્યાં પ્રદૂષણનું સ્તર વિશ્વ આરોગ્ય સંગઠનના ધોરણથી વધુ છે. તેમાં એ પણ જાણવા મળ્યું કે, દેશની 67.4 વસતી એવા ક્ષેત્રોમાં રહે છે જ્યાં દેશના પોતાના ધોરણથી 40g/m3 વધુ પ્રદૂષણ છે. અભ્યાસમાં જણાવાયું છે કે પીએમ 2.5ના કારણે સરેરાશ ભારતીયોનું આયુષ્ય 5.3 વર્ષ ઘટી જાય છે. AQLI એ કહ્યું છે ક, દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે અને જો હવાની ગુણવત્તા આવી જ બની રહેશે તો અહીંના 1.8 કરોડ લોકોનું આયુષ્ય સરેરાશ 11.9 વર્ષ સુધી ઘટી શકે છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, સૌથી ઓછું પ્રદૂષિત પંજાબના પઠાણકોટમાં પણ પર્ટિકુલેટ પોલ્યૂશન WHOના ધોરણ કરતા સાત ઘણું વધારે છે અને 3.1 વર્ષનું આયુષ્ય ઘટાડી શકે છે. AQLIના પ્રમુખ અને અર્થશાસ્ત્રી માઈકલ ગ્રીનસ્ટોને કહ્યું કે, વૈશ્વિક જીવનની અપેક્ષા પર વાયુ પ્રદૂષણની ત્રણ ચતુર્થાંશ અસર માત્ર છ દેશો બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન, ચીન, નાઈજીરિયા અને ઈન્ડોનેશિયામાં થાય છે. જ્યાં પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાને કારણે લોકો પોતાના જીવનના સરેરાશ 6 વર્ષ ગુમાવી દે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500