Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માનહાનિ કેસ : રાહુલ ગાંધીને 2 વર્ષની સજા યથાવત

  • April 20, 2023 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં આજે ચુકાદો આવ્યો છે. રાહુલ ગાંધી દ્વારા મોદી અટકને લઈને જે નિવેદન આપવામાં આવ્યું હતું તેના સામે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. આ અંગે કેસમાં સ્થાનિક કોંગ્રેસ નેતા દ્વારા હાઈકોર્ટે જવાની તૈયારી ચાલી રહી હોવાનું જણાવ્યું છે. જેમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા યથાવત રાખવા માટે કોર્ટે જણાવ્યું છે.


આ મામલે સજા બાદ રાહુલ ગાંધીનું સંસદ પદ પણ રદ કરવામાં આવ્યું છે. જેમાં એડિશનલ સેશન્સ કોર્ટના જજ આરપી મોગેરાએ રાહુલ ગાંધી રાહત આપી ન હતી. જેને પગલે હવે બચાવપક્ષના વકીલે હાઈકોર્ટમાં અપીલ કરવાની વાત જાહેર કરી હતી. કોર્ટે શરૂ થતાંની સાથે જ જજ રોબિન મોગેરા દ્વારા એક લીટી માં જાહેરાત કરવામાં આવી. મહત્વનું છે કે ગત સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ સજા સામે સ્ટે ઓફ કન્વેક્શન માટેની અપીલ કરી હતી. આ અપીલની સુનાવણી હાથ ધરવામાં આવે તે પહેલાં કોર્ટે મૂળ ફરિયાદીને વાંધા હોય તો રજૂ કરવા માટે જણાવ્યું હતું. ત્યારે આ કેસના ફરિયાદી એવાધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમના વકિલ સાથે કોર્ટમાં વાંધા અરજી રજૂ કરી હતી. આજે આ અરજી પર કોર્ટમાં બંને પક્ષો વતી વકીલો દ્વારા દલીલો રજુ કરવામા આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application