દીપક સાલુકેની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થઈ રહી છે. સુરત પોલીસે તેની ધરપક કરી છે ત્યારે તેના રીમાન્ડ બાદ પાકીસ્તાનની ખૂફિયા એજન્સીના સંપર્કમાં હોવાનું સામે આવ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. સુરત પોલીસે 13 ડિસેમ્બરે દિપક સાળુની ધરપકડ કરી હતી. સુરતના પોલીસને 7 દિવસના રિમાન્ડ મળ્યા છે ત્યારે તેમાં એક પછી એક ચોંકવનારા ખુલાસાઓ પણ આ મામલે મળી રહ્યા છે.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે પાકિસ્તાની એજન્સી ISIના સંપર્કમાં હોવાની શંકા સાથે આ ઈસમની ધરપકડ કરી હતી. જેમાં મોટી સફળતા મળી છે. સુરતમાં રહેતા દીપક નામનો વ્યક્તિ પાકિસ્તાન ખુફીયા એજન્સીને ગુપ્ત માહીતી આપતો હતો અને આ માહિતી આપવા બદલ પૈસા પડાવતો હતો.
દીપક સાલુકે 2022થી કરાચીના હમીદ નામના વ્યક્તિના સંપર્કમાં હતો
પોલીસ તપાસમાં દીપકની પૂછપરછમાં વધુ સ્ફોટક વિગતો સામે આવી છે. પોલીસને જાણવા મળ્યું કે દીપક સાલુકે 2022થી કરાચીના હમીદ નામના વ્યક્તિના સંપર્કમાં હતો. દીપકે હમિદને રાજસ્થાનના પોખરણ ખાતેના આર્મી બેઝનો ફોટો પણ મોકલ્યો હતો. તેણે પોખરણમાં સેનાની ગતિવિધિઓની માહિતી આપવા માટે પણ પૈસા લીધા હતા અને તેની ધરપકડ પહેલા તેના ખાતામાં કુલ 75,856 રૂપિયા આવ્યા હતા. પાકિસ્તાની હમીદે દીપકને ક્રિપ્ટો કરન્સી મોકલી હતી. આ સાથે પોલીસ તપાસમાં મોહમ્મદ નામના ક્રિપ્ટો કરન્સી મોકલનારનું નામ સામે આવ્યું હતું.
ફેક આઈડી બનાવ્યું જેમાં તેમાં તેણે ભરત રાજપૂતના નામનો ઉલ્લેખ કર્યો
દીપકે ફેસબુક પર ફેક આઈડી બનાવ્યું જેમાં તેમાં તેણે ભરત રાજપૂતના નામનો ઉલ્લેખ કર્યો. આ એકાઉન્ટ દ્વારા તે હવાલા ફેસબુક ગ્રુપમાં જોડાયો હતો અને કુલ 13 હવાલા ફેસબુક જૂથોમાં સક્રિય હતો. તે આ જૂથોમાંથી એક દ્વારા પાકિસ્તાની હામિદના સંપર્કમાં આવ્યો હતો. તેમજ દીપકના બે અલગ અલગ વોટ્સએપ નંબર એક્ટિવ હતા અને બંને નંબર પર તે અલગ અલગ ખોટા નામથી એક્ટિવ હતો.આ સાથે પોલીસ તપાસમાં મોહમ્મદ નામના ક્રિપ્ટો કરન્સી મોકલનારનું નામ સામે આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500