નર્મદા જિલ્લાના ડેડીયાપાડા નજીક થી દારૂની ટ્રક પસાર થવાની સ્ટેટ વિજીલન્સ ની ટીમ ને બાતમી મળી હોય રાત્રે સ્ટેટ વિજિલન્સ ની ટીમે વિદેશી દારૂ અને ટ્રક સાથે બે ની ધરપકડ કરી છે.
જોકે મહારાષ્ટ્ર તરફ થી ગુજરાતમાં વિદેશી દારૂ આવતો હોય છે જે ડેડીયાપાડા પોલીસ ઝડપી પાડતી હોય છે છતા બુટલેગરો યેનકેન પ્રકારે આ વેપલો ચાલુ રાખતા હોય છે ત્યારે રાત્રે સ્ટેટ વિજીલન્સ ની ટીમ ના મહિલા પી.આઇ. આર.બી. પ્રજાપતિ સહિત તેમના સ્ટાફે આ વિસ્તારમાં વોચ ગોઠવી બાતમીદારો ને કામે લગાડી દેડિયાપાડા થી મહારાષ્ટ્ર તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર આવેલ સ્વામિનારાયણ હોટલ ના પાર્કિંગ મા પાર્ક કરેલી ટ્રક નંબર MP/09/HF/7619 માથી રુપિયા 15 લાખ કિંમત નો વિદેશી દારૂ નો જથ્થો તેમજ ટ્રક કિંમત રુપિયા 15 લાખ મળી કુલ રુપિયા 30 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ડ્રાઇવર અને કલિનર ને ઝડપી પાડ્યા હતા.
સ્ટેટ વિજીલન્સ ની ટીમે ઝડપી પાડેલા ડ્રાઈવર, કલિનર ને દેડિયાપાડા પોલીસ મથક સોંપવામાં આવ્યા હોય આ વિદેશી દારૂ નો જથ્થો કયાં થી આવ્યો કયાં લઇ જવાતો હતો દારૂ ના આ વેપલા મા કોણ કોણ સંડોવાયેલા છે તેની ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે નર્મદા પોલીસ વડા હિમકરસિંહ ની સૂચના હેઠળ ડેડીયાપાડા પીએસઆઇ ડામોર અને સ્ટાફે 2020 ના વર્ષમાં લગભગ 12 જેવા ઈંગ્લીશ દારૂના કેશ શોધી અંદાજે 20 લાખ જેવો પ્રોહીબીસન નો મુદામાલ ઝડપી સરાહનીય કામગીરી કરી જ છે ત્યારે આ ટ્રક ડેડીયાપાડા થી ત્રણેક કિલોમીટર દૂર હોટલ પર ઉભી હોય જે સ્ટેટ વિજિલન્સ ના હાથે ઝડપાઇ ગઈ હતી.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500