દેડીયાપાડા તાલુકાના મંડાળા ગામ ખાતે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા દ્વારા 50મી જયંતિ ઉજવણીનાં ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના,યુવાનોમાં રક્તદાન વિષે જાગૃતિ આવે માટે સી.એન.આઈ ચર્ચ મંડાળા દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું, 'રક્તદાન એ જ મહાદાન' આ વાતને સાર્થક કરવામાં લાગેલાં યુવાનો દ્વારા અનેરો પ્રયાસ કરાયો હતો,જેમાં 21 જેટલા યુવાનો એ રક્ત દાન કર્યું હતું.
મંડાળા,ગારદા સહીત અનેક ગામોનાં લોકોએ ભાગ લીધો હતો, રેડક્રોસ બ્લડ બેંક રાજપીપળાનાં સહયોગે રક્તદાન શિબિરનું આયોજન કરી અનેક યુનિટ એકત્ર કરાયું હતું,જેમાં રેડક્રોસ સોસાયટીના M.D. ડૉ.જે.એમ.જાદવ અને રેડક્રોસ બ્લડ બેંક રાજપીપળાનો સ્ટાફ, તેમજ સી.એન.આઈ ગુજરાત ડાયોસિસનાં સેક્રેટરી વી.જે.પટેલ, સી.એન.આઈ ચર્ચ મંડાળાનાં પાળક સાહેબ, રેવ.કિશન.વસાવા તેમજ અન્ય પાળકો, ગામના આગેવાનો હાજર રહ્યા હતા. ગોલ્ડન જ્યુબિલી નિમિત્તે ચર્ચ કંપાઉન્ડ મંડાળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું,
જેમાં ગુજરાત ડાયોસિસનાં સેક્રેટરી વી.જે.પટેલ, સી.એન.આઈ ચર્ચ મંડાળાનાં પાળક સાહેબ રેવ.કિશન. વસાવા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં, યુવાનો માં રક્તદાન વિષે જાગૃતિ આવે તેમજ તમારા લોહીના થોડાં ટીપાં કોઈની જીંદગી બચાવી શકે છે માટે અનેરો પ્રયાસ કરી અને રક્ત દાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. અને અંતે તમામ ને માટે નાસ્તો તેમજ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, આમ આ કાર્યક્રમ યુવાનોના સહયોગથી સફળ રહ્યો હતો.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500