કુંદન પાટીલ/વાલોડ : વાલોડ ટાઉનમાં આવેલ પીપળ ફળીયાથી ગેસ એજેન્સી તરફ જતા માર્ગ પરનો ચેમ્બર અને તેમાં પડેલો ખાડો જીવલેણ સાબિત થઇ શકે છે. આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ,વાહન ચાલકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. અહીંથી સ્કુલના બાળકો અને સ્થાનિક લોકોનું પણ સતત અવરજવર રહે છે. ત્યારે ગ્રામ પંચાયતની ચુંટણીમાં જીત હાંસલ કરનાર નવ નિયુક્ત સરપંચશ્રી આ બાબતને ગંભીરતા થી લઇ ચેમ્બર અને તેમાં પડેલા ખાડાનું યોગ્ય સમારકામ કરાવે તે જરૂરી બન્યું છે.
આ ચેમ્બરના કારણે આવનારા સમયમાં કોઈ નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો તો તેની જવાબદારી તંત્રના સિરે રહેશે તેમાં કોઈ બે મત નથી !
સ્થાનિકો અનુસાર વાલોડ ટાઉનમાં આવેલ પીપળ ફળીયાથી ગેસ એજેન્સી તરફ જતા સીસી માર્ગ પરનો બિલકુલ ભૂગર્ભ ગટર લાઈનની ઉપર રોડની વચ્ચોવચ્ચ આવેલ ચેમ્બર અને તેમાં પડેલો ખાડો અહીંથી પસાર થતા વાહન ચાલકો,રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઇ શકે છે. અનેક વાહન ચાલકો આ ચેમ્બરના કારણે પડવાથી તેઓને ઈજા પહોચી હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. પૂર્વ સરપંચે શું કર્યું/કરાવ્યું અને શું ના કરાવ્યું એ વાત બાજુએ મૂકી હાલના નવ નિયુક્ત સરપંચશ્રી લોકોના હિતમાં વહેલીતકે આ માર્ગ ઉપરના ચેમ્બર અને તેમાં પડેલા ખાડાનું યોગ્ય સમારકામ કરાવી આપે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે. નહીં તો આ ચેમ્બરના કારણે આવનારા સમયમાં કોઈ નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો તો તેની જવાબદારી તંત્રના સિરે રહેશે તેમાં કોઈ બે મત નથી !
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500