વ્યારાનાં ઉંચામાળા ગામની સીમમાં આવેલ દેવાણી ફળિયામાં શેરડીનાં ખેતરમાં અજાણ્યા શખ્સની સામળનાં વૃક્ષ સાથે ગળે તારથી ફાંસો ખાઈ આપઘાત કરેલી ડી કમ્પોઝ લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી હતી. પોલીસ દ્વારા લાશનો કબ્જો મેળવી પેનલ PM કરાવી અકસ્માત મોતની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, વ્યારા તાલુકાનાં ઉંચામાળા ગામનાં દેવાણી ફળિયામાં પુષ્પાબેન ચૌધરી તેના પરિવાર સાથે રહે છે. જેમના ઘરની બાજુમાં સર્વે નં.741 વાળી તેઓની શેરડીનું ખેતર આવેલું છે. જોકે સોમવારનાં રોજ સવારે તેઓનાં ખેતરમાં આવેલા સામળનાં વૃક્ષ પર અજાણ્યા 35થી 40 વર્ષનાં શખ્સની ગળે તારનો ફંદો બનાવી ફાંસો ખાઇ આપઘાત કરેલી લાશ મળી આવી હતી.
જોકે ખેતરમાં મળેલી લાશ ડી કમ્પોઝ હાલતમાં હોવાથી કેટલાક દિવસ પૂર્વે આપઘાત કર્યાનું મનાય છે. બનાવ અંગે પુષ્પાબેને કાકરાપાર પોલીસ મથકે જાણ આપતાં પોલીસે અમોતનો ગુનો નોંધી લાશનો કબજો લઈને PM માટે મોકલી, ભેદી આપઘાત કરનાર અજાણ્યા શખ્સની ઓળખ કરવા તેમજ આસપાસનાં ગામોમાં પરિવારની શોધખોળ શરૂ કરી દીધી હતી. મૃતકના ગળે તારનો ફંદો હોવાથી ખરેખર આપઘાત છે કે, હત્યા તે અંગે ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે પોલીસ દ્વારા તપાસ હાથ ધર્યા બાદ જ હકીકત બહાર આવશે હાલ બનાવ અંગે વધુ તપાસ ડોલવણનાં પો.સ.ઈ. બી.આર.ચૌધરી કરી રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application