Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકસભાની ચૂંટણી દરમિયાન મૃત્યુ પામનારા શિક્ષકના વારસદારોને ઉચ્ચક સહાય 15 લાખ ચુકવવાનો નિર્ણય

  • April 21, 2024 

લોકસભાની ચૂંટણી દરમિયાન મૃત્યુ પામનારા શિક્ષકના વારસદારોને ઉચ્ચક સહાય 15 લાખ ચુકવવાનો નિર્ણય લેવાયો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આને લઇને પરપિત્ર બહાર પાડવામાં આવ્યો છે.. વળતરની રકમ તેમને મળતા લાભો ઉપરાંતની હશે. મહત્વપૂર્ણ છે કે પોલીસ સ્ટાફને‌ તાલીમ આપી પરત જતા શિક્ષકના અકસ્માતની ઘટના સામે આવી હતી.. જેને લઇને હવે આ નિર્ણય લેવાયો છે. ચૂંટણી દરમિયાન મોટાપાયે સરકારી કર્મચારીઓ ચૂંટણી સાથે જોડાયેલી ફરજ બજાવતા હોય છે. જેથી કરીને મતદાન પ્રક્રિયા કોઈપણ મુશ્કેલી વિના પૂર્ણ થઈ શકે.


આ માટે સરકારી કર્મચારીઓને ચૂકવણુ પણ આપવામાં આવે છે. જે તેમને જે જવાબદારી સોંપવામાં આવી હોય તેને આધારિત હોય છે.. ચૂંટણી દરમિયાન અલગ-અલગ પોસ્ટ પર સરકારી કર્મચારીઓને તૈનાત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, પ્રિસાઇડિંગ ઓફિસરને 1550 રૂપિયા આપવામાં આવે છે. ચૂંટણી ફરજ બજાવતા પ્રથમ મતદાન કર્મચારીને 1150 રૂપિયા અને બીજા મતદાન કર્મચારીને 900 રૂપિયા મહેનતાણું આપવામાં આવે છે. આ સિવાય ચૂંટણી માટે અનામત રાખવામાં આવેલા પ્રિસાઇડિંગ ઓફિસરને 850 રૂપિયાનું મહેનતાણું આપવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application