વર્તમાન સમયમાં અંતરિક્ષ ક્ષેત્રે તમામ દેશ આગળ નીકળવા ઈચ્છી રહ્યા છે. આ માટે તેમની તરફથી શક્તિશાળી રૉકેટ બનાવવાની સાથે જ ઉપગ્રહ પણ લોન્ચ કરવામાં આવી રહ્યા છે. આ સિદ્ધિઓની વચ્ચે અંતરિક્ષ ક્ષેત્રે અમુક જોખમ પણ છે. આવી જ એક જોખમી ઘટના શનિવારે થતા-થતા ટળી.
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ દાવો કર્યો છે ચીનનુ એક રૉકેટ શનિવારે હિંદ મહાસાગરમાં પડ્યુ છે.પૃથ્વી પરથી લૉન્ચ કરવામાં આવેલા સેટેલાઈટ અને રૉકેટ અંતરિક્ષમાં જઈને એક સમય બાદ કાટમાળ બની જાય છે. આ કાટમાળ ના માત્ર સક્રિય ઉપગ્રહો પરંતુ સ્પેસ મિશન માટે ઘાતક હોય છે અને ધરતીવાસીઓ માટે પણ જોખમી સાબિત થઈ શકે છે.
શનિવારે ચીનના એક રોકેટનો કાટમાળ હિંદ અને પ્રશાંત મહાસાગરમાં પડ્યો. અમેરિકી અને ચીની અધિકારીઓએ આની જાણકારી આપી છે. ચીનની સ્પેસ એજન્સીએ કહ્યુ કે લોન્ગ માર્ચ 5 રોકેટનો અમુક ભાગ વાયુમંડળમાં જ સળગી ગયો.રૉકેટના કાટમાળએ પ્રશાંત મહાસાગરના સુલુ સાગરની ઉપર પૃથ્વીમાં બીજીવાર પ્રવેશ કર્યો.બેકાબૂ થઈને પૃથ્વી પર પડેલા રોકેટના કાટમાળે સ્પેસ કચરાની જવાબદારીને લઈને પ્રશ્ન ઉભા કર્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500